રમણીક અગ્રાવતની કવિતા/‘વાત બહાર જાય નહીં’
૧૪. ‘વાત બહાર જાય નહીં’
૧.
ક્યારેક મિત્રો એમનું વધારાનું
રહસ્ય
મારી કને ઠાલવી જાય
હરખાઈને ઉપાડી લઉં ભાર
દાઢી કરી લીધા પછી
કાનમાં ચોંટેલાં સાબુફીણમાં
ઝીણા ઝીણા ઝીણા દરિયાઈ શંખ ગૂંજ્યા કરે એમ
મિત્રોનું નકામું રહસ્ય કાનમાં વાગ્યા કરે
અવારનવાર.
જે વાત કોઈને કહેવાની નથી
દીવાલ જેમ ઘેરી લેવાની છે જે વાતને
એ ગોપિત વાત
ધરાર મૂકી ગયો મિત્ર
બહાર નહીં જવા દેવાની વાતના ગોળાથી ત્રસ્ત
બોલું બોલું થાઉં કંઈક ક્યાંક
‘ને પછી સાવ જ મૂંગો રહું.
૨.
પાડોશીઓ પાસે હોય છે સિલકમાં
કંઈ ને કંઈ રહસ્ય એકબીજાનું
પાડોશણોનો નભે શાશ્વત વાટકી વહેવાર
દરેક ઘરનાં પાછલા ઓટલે
ખોદકામ કરતાં મળી આવે ફૂગાયેલાં રહસ્ય
મોઘમ ઇશારાઓના પ્રાચીન વિનિમયો
વ્યવહારોના જિર્ણ શિલાલેખ
ઘેર ઘેર માટીના ચૂલામાં ભડભડયા કરે
સનાતન રહસ્યાગ્નિ
નક્કામો