રમણીક અગ્રાવતની કવિતા/ત્રાટક
૨૮. સાંજી
૬૮. ત્રાટક
તડ તડ તતડતા તડકામાં
લીલી લાહ્ય વચ્ચોવચ
બગલાં બેઠાં બસ્સો બાવીશ
ઉલટાવી પલટાવી તાવે
ઓડકારનાં મૂળ
એને ભાવે એને બાંધ્યે ભારે બેઠેલી
ભારેવગી બપોર...
ડળક દઈને પડે
તર-ફડે
જરીક ત્રગત્રગતું જંતુની આંખનું આકાશ
મીંચાતું
મને-મને-મને-મને ગોખતી પલટણ
વેદ બારમો ભાખે....
ઘાસના ઘેરામાં બેઠા
બસ્સો બાવીશ જીભ વલૂરતા ઉમળકા
ટાઢાબોળ.