ભારતીય કાવ્યસિદ્ધાંત/(૬) લક્ષણા અને અલંકાર
(૬) લક્ષણા અને અલંકાર : (પૃ. ૨૭) :
ભારતીય કાવ્યશાસ્ત્રમાં ગૌણી લક્ષણા અને અલંકાર એકરૂપ બને છે, પણ બીજા લક્ષણાપ્રકારોની બાબતમાં એમ નથી. પશ્ચિમમાં આપણા લક્ષણાના બધા પ્રકારો અલંકાર તરીકે જ ઓળખાવાય છે. ગૌણી લક્ષણાના બંને પ્રકારોનો (એટલે કે રૂપક અને અતિશયોક્તિનો) અંગ્રેજીમાં Metaphorમાં સમાવેશ થઈ શકે. બાકીના લક્ષણાપ્રકારો પણ અંગ્રેજીમાં તો અલંકારો તરીકે જ ઓળખાવાય છે. અને તેનો સમાવેશ Metonymy અને Synecdoche માં થઈ શકે તેમ છે.