ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૫) સાધારણીકરણ

Revision as of 15:23, 1 September 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૧૫) સાધારણીકરણ (પૃ.૯૧)

સાધારણીકરણ દ્વારા ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યાસ્વાદ માટે કાવ્યસામગ્રી સાથેનો જે નિરપેક્ષ સંબંધ ઈષ્ટ ગણ્યો છે, તેવો કોઈક સંબંધ પાશ્ચાત્ય વિવેચકોએ પણ કલાનુભવ માટે આવશ્યક ગણ્યો છે. પ્રો. એબરક્રોમ્બી શુદ્ધ અનુભવને — વ્યાવહારિક જીવનની અપેક્ષાઓથી મુક્ત તટસ્થ અનુભવને—કલાનું ઉપાદાન ગણે છે. કાવ્યસર્જન માટે કવિએ અનુભવને કેવળ અનુભવ લેખે જ ગ્રહણ કરેલો હોવો જોઈએ; ભાવકે કાવ્યાસ્વાદ માટે અનુભવને કેવળ અનુભવ લેખે જ જોવો જોઈએ.૧[1] ભારતીય કાવ્યશાસ્ત્રીઓ પણ ભાવને ભાવરૂપે જ આસ્વાદવાની વાત કરે છે ને? પ્રો. એબરક્રોમ્બી બર્કના વિચારો રજૂ કરે છે એમાં ભારતીય કાવ્યશાસ્ત્રની વિચારણા સાથે ઘણું સામ્ય જોવા મળે છે : ‘The free exercise of any emotion is in itself pleasant: and the greater the emotion, the greater the pleasure. Even emotions associated with painful or terrible things are, as emotions, pleasant, provided they are disinterested. In poetry, that is precisely what they are : the painful and terrible things in poetry do not happen to us : we con template them, and are only affected by the emotions which accompany them.’૨[2]


  1. ૧. ‘Principles of Literary Criticism’ : ‘The Art of literature’ એ પ્રકરણ
  2. ૨. ‘Principles of Literary Criticism’ : પૃ.૧૪૭