૪૭
પ્રભુ,
મારા મસ્તકમાં વસો
અને મારી આંખોમાં પણ
મારી આંખોમાં વસો
અને મારી દૃષ્ટિમાં પણ
મારા મુખમાં વસો
અને મારી વાણીમાં પણ
મારા હૃદયમાં વસો
અને મારી લાગણીમાં પણ
પ્રભુ, મારા અંતિમ દિવસોમાં પાસે હજો
અને વિદાયવેળાએ પણ.
સેરુમ મિઝેલ
બંસરી, તું જરા જો પુકારે
નિરાકાર બ્રહ્માંડને સેવતું
કોઈ આકાર ધારે.