સૂરજદાદા
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
ઊંચો ઊંચે જોઉં જ્યાં,
ધીરે ધીરે આવે ત્યાં.
ભાળું નાની આંખમાં,
દાદા સૂરજ રોફમાં.
ધીમે ધીમે તપતા જાય,
કૂમળાં ફૂલ ખીલતાં જાય.
ઝાડ, પાન ને છોડવા,
મંડ્યા તાપે ડોલવા.
વાગે છે ઘડિયાળે બાર,
લાગે છે દાદાનો ભાર.
દાદા ગુસ્સે થાતા બહુ,
પરસેવેથી રડતા સહુ.
સાંજે રમતા શેરીમાં,
દાદા જાતા દેરીમાં.
ચાંદો-તારા આવે બહાર,
દાદા થાતા ઠંડાગાર.