હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કુળવાન પથ્થરો

Revision as of 02:48, 19 July 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુળવાન પથ્થરો}} {{Block center|<poem>કુળવાન પથ્થરોને અડચણ થઈ ગયો છે, માણસ કઠોરતાનું ધોરણ થઈ ગયો છે. પાસે ગયા તો ક્ષુલ્લક ચીજો વિરાટ લાગી, આઘે ગયા તો પર્વત રજકણ થઈ ગયો છે. કોઈના આગમનની એને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુળવાન પથ્થરો

કુળવાન પથ્થરોને અડચણ થઈ ગયો છે,
માણસ કઠોરતાનું ધોરણ થઈ ગયો છે.

પાસે ગયા તો ક્ષુલ્લક ચીજો વિરાટ લાગી,
આઘે ગયા તો પર્વત રજકણ થઈ ગયો છે.

કોઈના આગમનની એને વકી મળી’તી,
બસ ત્યારથી પુરુષ એ તોરણ થઈ ગયો છે.

ચંચળ સમયની માફક રંગો ઊડી ગયા છે,
ફોટો જૂનો, વીતેલું બચપણ થઈ ગયો છે.

જે કાળ-ખંડ પાસે ક્રાંતિ હતી અપેક્ષિત,
ઇતિહાસનું અધૂરું પ્રકરણ થઈ ગયો છે.

દોસ્ત, ૮