ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અવસાન

Revision as of 02:13, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અવસાન

અવસાન (મફત ઓઝા, ‘કાચના મહેલની રાણી’, ૧૯૭૪) આ વાર્તામાં નાયક વાર્તાકાર પોતે છે અને પોતાના અવસાન નિમિત્તે નગરજનો, સ્વજનો અને ડાઘુઓ સાથે એકોક્તિ માંડી આધુનિક જીવનની ઉષ્માહીનતાની અને અવૈધ સંબધની યાતનાને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. વાર્તાએ માર્મિક ઇંગિતો કરતાં પ્રગટ ઉક્તિઓ પર વધુ મદાર રાખ્યો છે. ચં.