ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊભા રહેજો… આવું છું

Revision as of 15:19, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઊભા રહેજો… આવું છું

ઊભા રહેજો… આવું છું (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૫) બીમાર રમીલાની ખડે પગે સેવા કરતો શ્રીનિવાસ પત્નીએ કરેલા મૃત્યુના ઉલ્લેખથી રડી પડી, પિતાના મૃત્યુ પછી અન્નજળ છાંડી એમને પગલે ચાલી નીકળેલી માતાની વાત કરે છે. આવાં વિરલ પ્રેમનિછાવરીથી પ્રેરાઈને ભાંગી પડેલી રમીલા બીમારીમાંથી બેઠા થવાનો સંકલ્પ કરે છે. વિસ્તારપૂર્વક કહેવાયેલી વાર્તા એમાંનાં સૂક્ષ્મ અને સાદગીભર્યાં નિરૂપણથી અસહ્ય નથી બનતી. ર.