ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક સુંદર ક્ષણ

Revision as of 15:52, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક સુંદર ક્ષણ

એક સુંદર ક્ષણ (ધીરુબહેન પટેલ; ‘૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. દીપક દોશી, ૨૦૦૪) વર્ષોથી ઘરના અંધારા ખૂણામાં પડેલી માંદી, મૃત્યુની રાહ જોતી વૃદ્ધા તારાના રૂમમાં, વિદેશથી થોડો સમય આવેલી ભત્રીજી વીરુની બાર વર્ષની દીકરી શર્લી સંતાકૂકડીની રમત રમતાં સંતાવા આવે છે. શર્લી સાથેના સંવાદથી સૌન્દર્ય માટેની. જીવન માટેની તારાની ઇચ્છા જાગૃત થાય છે. શણગાર સજીને તે બહાર કલશોર કરતાં બાળકો પાસે જઈને જીવનના ધસમસતા પ્રવાહમાં પોતાને વહાવે છે. ગીત ગાતાં ગાતાં મૃત્યુ પામેલી તારાના હોઠ પરનું સ્મિત ‘એક સુંદર ક્ષણ’ શીર્ષકને સાર્થક કરે છે. પા.ચં.