ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એકદા નૈમિષારણ્યે
એકદા નૈમિષારણ્યે
સુરેશ હ. જોષી
એકદા નૈમિષારણ્યે (સુરેશ હ. જોષી; ‘એકદા નૈમિષારણ્યે’, ૧૯૮૧) જૂહુના દરિયામાં ડૂબી ગયેલા પુત્ર અને નાસી જઈ બીજી સ્ત્રી સાથે શહેરમાં રહેતા પતિ માટે ઝૂરતી નારી આગળ નાયક કથા માંડે છે અને અસત્યનો આધાર આપે છે. પછી એ કથાના આધારમાં પોતે કઈ રીતે કેદ થાય છે એનું અહીં રસપ્રદ આલેખન છે. પુરાણ અને વાસ્તવના સંયોજનથી રસાયેલી વાર્તા આસ્વાદ્ય છે.
ચં.