ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એળે નહિ તો બેળે

Revision as of 15:57, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એળે નહિ તો બેળે

એળે નહિ તો બેળે (પન્નાલાલ પટેલ; ‘સાચાં સમણાં’, ૧૯૪૯) પત્ની રૂખીને પિયરથી સાસરે આવવા ન દેતાં કોદર મિત્ર ભગા સાથે રૂખીને તેડવા સાસરે ઊપડે છે. માની મોકલવાની તૈયારી ન હોવા છતાં સાસરે આવવા માટે હાથે કરીને કોદરનો માર ખાઈને રૂખી પિયરથી પતિ સાથે ચાલી નીકળે છે - એમાં રૂખીની ઉત્સુકતાનું નિરૂપણ વાર્તાનું આકર્ષણ બને છે. ચં. ઓથ (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) એક સ્ત્રી બે તમાચા લગાવી દે છે અને બહાર ધોધમાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડે છે એવી અનુભૂતિ કથાનાયિકાને મા, ઘર, પ્રિયતમ સાથેનાં ભ્રમણોમાં પહોંચાડે છે. છેવટે, મારનાર સ્ત્રીના અપરાધભાવ અને નાયિકાના વિખેરાઈ જતા ભાવની સમાન્તરતાનું આલેખન છે. બે સ્ત્રીના સંબંધને આધારે ઊભી થતી અન્ય સંબંધોની વ્યંજકતા વાર્તાનો નિરૂપ્ય વિષય છે. ચં.