ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એમના સોનેરી દિવસો
એમના સોનેરી દિવસો
મોહનલાલ પટેલ
એમના સોનેરી દિવસો (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) દામોદર અમલદારને છેતરીને રજા લઈ દોઢ મહિને ઘેર આવે છે. જમીને મેડીએ સૂવા જતાં પત્ની ઊર્મિલા, આટલા દિવસે આવ્યા? કેટલા રૂપિયાની બચત કરી? કરકસર કેમ નથી કરતા? એવી એવી ફરિયાદો કરે છે. દામોદર ગુસ્સે થઈ જાય છે. આ સ્થિતિમાં પતિપત્ની બંને પોતાનો વાંક કાઢી પસ્તાય છે ને મિલનપળ વિલાઈ જાય છે. વ્યક્તિ-મનની અવળસવળ ગતિનો આલેખ સુવાચ્ય છે.
ર.