ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અબ્દુલ જેનું નામ
અબ્દુલ જેનું નામ
પ્રીતિ સેનગુપ્તા
અબ્દુલ જેનું નામ (પ્રીતિ સેનગુપ્તા; ‘૧૯૯૭ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. મણિલાલ હ. પટેલ, ૧૯૯૮) મોરોક્કોની યાત્રાએ આવેલી પ્રવાસી નાયિકાને એક પછી એક એમ ત્રણ યુવાન ભોમિયા મળે છે. પહેલો ભોમિયો અબ્દુલ નાયિકાએ આપેલા પૈસા લઈ ગાયબ થઈ જાય છે. સતર્ક બનેલી નાયિકાને બીજા બે ભોમિયા મદદ કરવા ઇચ્છે છે. એમનાં નામ પણ અબ્દુલ છે! આ અબ્દુલ-નામધારી ભોમિયા એ મજાક છે કે કાવતરું? - એવો સવાલી મલકાટ હાસ્યમાં પલટાય છે. ત્રીજા અબ્દુલે નાયિકાને પૂછેલા સવાલનો જવાબ -“મારે કોઈ નામ જ નથી. આવજો.” મળે છે. આછોતરું રહસ્ય અને લગાર નિરૂપણજન્ય સંકુલતા વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.
ર.