ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચતુર મુખી
ચતુર મુખી
ઈશ્વર પેટલીકર
ચતુર મુખી (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) કાકાનું ઉચ્છેદિયું ખાઈને અરધ ગાંડા બાપની જેમ હુક્કો પીને એદીની જેમ પડી રહેતા ચતુર ઉપર મુખીપણું સોંપાણાનો કાગળ આવે છે. તળાટીની જાળમાં ફસાયેલા-નિચોવાયેલા ચતુરને સાહેબ મુખી તરીકે નાપાસ કરે છે પણ ચતુર તો હાથમાં હોકો લઈ ગામનું મુખીપણું કરતો ફરે છે. પદ અને પ્રતિષ્ઠાની લ્હાયમાં માણસ કેવું ગાંડું થઈ જાય એનું પ્રતીતિકર આલેખન અહીં મળે છે.
ર.