ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પવનપાવડી
પવનપાવડી
રાધેશ્યામ શર્મા
પવનપાવડી (રાધેશ્યામ શર્મા; ‘પવનપાવડી’, ૧૯૭૭) કાકા રહેતા હતા, એ કૂતરા મહાજન મકાન પાસેથી પસાર થઈ ઘેર પહોંચેલો અમલ રાતે વીસ વર્ષ પહેલાંના સમયમાં સરી પડે છે. એને કાકાની બે છબી દેખાય છે. એકમાં કાકાની વિરલ આકૃતિ છે તો બીજીમાં છે કાકાની બીમારી અને અવસાન પળો. ગંગાજળ પાઈશું ત્યાં સુધી નાનો ભાઈ સલામત છે એવી શ્રદ્ધા ધરાવતા પોતાના પિતા બહાર ગયા છે અને અમલ કાકાને ગંગાજળ પાવા જાય છે ત્યાં શીશી ઢળી પડતાં ખાલી થઈ જાય છે. અમલ એમાં નળનું પાણી ભરી દે છે. આ ઘટનાથી જન્મેલો અપરાધબોધ વાર્તામાં વ્યાપેલો છે.
ર.