ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બ્રેકેટ
બ્રેકેટ
મોહનલાલ પટેલ
બ્રેકેટ (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) નાની વયે વિધવા થયેલી અલ્લડ અને રૂપાળી સુમિત્રાને સ્ત્રી અધ્યાપનમંદિરમાં ગૃહમાતાની ભલામણને કારણે બે વર્ષ મુક્ત હરણીની જેમ જીવવા મળે છે પણ અંતે તો તેના નસીબે સફેદ સાડલો અને કોરું કપાળ જ છે. ચલચિત્રાત્મક પદ્ધતિએ વાર્તાકાર સુમિત્રાના જીવનની ત્રણ છબિઓ અંકિત કરીને વૈધવ્યની અવદશા વ્યક્ત કરે છે.
પા.