ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભીતરના તાગ

Revision as of 10:40, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભીતરના તાગ

મોહનલાલ પટેલ

ભીતરના તાગ (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) ગ્રંથકાર મહેન્દ્રનાથ પત્ની અને પુત્રથી વેગળા રહે છે. વાર્તારસિયા પુત્ર અનંતને એ વાર્તા કહેવાને બદલે ધુત્કારે છે. તેની બીમારીને પણ અવગણે છે પણ પુત્રમૃત્યુ એમને વિમૂઢ કરી દે છે. બૌદ્ધિક શિસ્તમાં જકડાયેલા એ મોકળે મને રડી પણ શકતા નથી. જીવનવિમુખ વિદ્યા કેવી તો નિસ્સાર નીવડે છે.- તે અહીં પૂરી નિસબત અને નિર્મમતાથી આલેખાયું છે.
ર.