ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મજૂસ
મજૂસ
શિરીષ પંચાલ
મજૂસ (શિરીષ પંચાલ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’-૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) ગામડું છોડી શહેરમાં કમાવા આવનાર માધવ માટે મજૂસ સમૃદ્ધ વારસાની સ્મૃતિ હતી. શહેરી રંગથી રંગાયેલી પત્ની દિવાળી મજૂસના બદલામાં ટી.વી. ખરીદવાની વાત કરે છે ત્યારે અકળાઈ ઊઠતો માધવ અંતે ટી.વી. ખરીદવા તૈયાર થાય છે. ટી.વી. આવતાં ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે, જેની છાલક માધવને પણ ભીંજવે છે. માધવની બદલાતી મનઃસ્થિતિનું નિરૂપણ આસ્વાદ્ય રીતે થયું છે.
પા.