ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મનનો રાજા
મનનો રાજા
નીતિન ત્રિવેદી
મનનો રાજા (નીતિન ત્રિવેદી, ‘શબ્દસૃષ્ટિ’-ફેબ્રુઆરી, ૨૦૦૦) વેતા વગરનો કથાનાયક પોતાને મનનો રાજા માને છે - અહીં ગૃહત્યાગ, પરીક્ષામાં નાપાસ, ચંપી સાથેનો પ્રેમ, લાલચંદ શેઠને ત્યાંની ઉઘરાણીદાર તરીકેની નોકરી, ઉઘરાણી કરવા જતાં ખાધેલો માર, મિત્ર ડૉક્ટરની ફી ચૂકવવી, તનસુખ ટ્રોલીની પત્નીને પ્રેમ કરવા જતાં ભાઈ બનવાનો વારો પડવો, વાંઢા રહી ગયાનો અમથો અફસોસ - આવી બધી વાતે બડાશભરી મૂર્ખતા આચરતો નાયક મનમાં મનમાં – ‘હું ધાર્યું કરવાવાળો’ ની વાતે રાચ્યા કરે છે. એક અડબંગ કથાનાયકનું અહીં પ્રતીતિજન્ય આલેખન છે.
ઈ.