ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મશ્કરી

Revision as of 11:16, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મશ્કરી

સુવર્ણા રાય

મશ્કરી (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) ગ્રંથાલયમાં વાંચવા જતી નાયિકા બે યુવકોના પરિચયમાં આવે છે અને એમની સાથેના સહવાસની ઝંખના કરે છે ત્યારે ઓચિંતો આવી પડેલો એનો ફર્સ્ટ ગ્રેડ એને કેબિનની એકલતા આપે છે. સહવાસની સામે મળતી એકલતાની વિધિવક્રતા વાર્તાનો આધાર છે.
ચં.