ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મંગળસૂત્ર
મંગળસૂત્ર
કિશનસિંહ ચાવડા
મંગળસૂત્ર (કિશનસિંહ ચાવડા; ‘અમાસના તારા’, ૧૯૫૩) પિતાના મૃત્યુ બાદ ધનતેરસને દિવસે પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢીને ધૂપ કરતી ‘બા’ દીકરો પોંડીચેરી જતાં ઘરેણાં વેચીને ઘર ચલાવે છે અને અંતે દીકરાની સાઇકલ ખરીદી માટે છેલ્લું બચેલું મંગલસૂત્ર પણ વેચી દે છે - એવા આત્મકથાત્મક નિવેદન પર આ વાર્તા ઊભી છે. ચં.
ચં.