ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું અને સરલા

Revision as of 09:13, 15 August 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું અને સરલા|ધનસુખલાલ મહેતા}} '''હું અને સરલા''' (ધનસુખલાલ મહેતા; ‘હું સરલા અને મિત્રમંડળ', ૧૯૨૦) નાયક અને સરલાને મળવાની તક આપવા સ્નેહવદનની પત્ની શોભના બંનેને માલાડ પોતાને બંગલે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું અને સરલા

ધનસુખલાલ મહેતા

હું અને સરલા (ધનસુખલાલ મહેતા; ‘હું સરલા અને મિત્રમંડળ’, ૧૯૨૦) નાયક અને સરલાને મળવાની તક આપવા સ્નેહવદનની પત્ની શોભના બંનેને માલાડ પોતાને બંગલે નિમંત્રણ આપે છે પરંતુ અતિથિભાવનાના અતિરેકથી સ્નેહવદન નાયક અને સરલાને એક થવા દેતાં નથી. છેવટે નાયક મરણિયો થઈને સરલાને વિક્ટોરિયામાં બેસાડી નાસે છે એનું વિનોદપૂર્ણ નિરૂપણ સુગ્રથિત છે. સ્નેહવદનનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ પણ ઠીક ઠીક ઊપસ્યાં છે.
ચં.