ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું એ? એ હું?

હું એ? એ હું?

જયંતિ દલાલ

હું એ? એ હું? (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર’, ૧૯૬૮) બાપાજીને બાળીને ઘેર આવતાં સુધી નાયકના ચિત્તમાં બાપાજી પરત્વેનો અણગમો અનેક અધ્યાસોના સંદર્ભમાં પ્રગટ થઈ છેવટે સમભાવમાં રૂપાન્તરિત થઈ જાય છે; એનું નિરૂપણ મનોસંચલનોના સ્તરે થયું છે. મૃત પિતા સાથેનો પુત્રનો દ્વિર્ભાવ-સંબંધ વાર્તાના કેન્દ્રમાં છે.
ચં.