વિવેચનની પ્રક્રિયા

Revision as of 13:33, 16 September 2025 by Meghdhanu (talk | contribs) (Reverted edits by Meghdhanu (talk) to last revision by Shnehrashmi)


Vivechan ni Prakriya book cover.jpg


વિવેચનની પ્રક્રિયા

રમણલાલ જોશી

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧) : રમણલાલ જોશીનો વિવેચનસંગ્રહ. લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડનો ‘વિવેચનની પ્રક્રિયા’ અને આઠમા ખંડનો પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખો છે. નવમા ખંડનો ‘મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર’ પણ સિદ્ધાંતચર્ચાનો લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખો છે. ચોથા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખમાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાક તો આધુનિક કવિઓના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી લેખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે.

— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર