અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર વ્યાસ ‘અચલ’/કોઈ પ્રીત...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોઈ પ્રીત...

મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે!
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે! — કોઈ.
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખાવાયા ખોવાયા જેવી,
પળ પળને દેવી.
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે! — કોઈ.
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીન વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું.
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે! — કોઈ.
મોજાંઓની પછડાયોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે!...
કોઈ પ્રીત કરી તો જાણે!
(ગીતિકા, પૃ. ૧૮૬)