ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો
સંપા. રમણ સોની

EKATRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૪


ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ
૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭


આ સંપાદન




ઉદયન ઠક્કરે ઈ. ૧૯૮૭માં ‘એકાવન’ નામે એમનો પહેલો કાવ્યસંગ્રહ આપેલો (૧૯૯૦માં એની બીજી આવૃત્તિ થયેલી). એ પછી એકવીસમી સદીના આરંભે એમણે ‘સેલ્લારા’(૨૦૦૩) નામનો બીજો સંગ્રહ આપેલો. ‘રાવણહથ્થો’ (૨૦૨૨) એમનો હમણાંનો કાવ્યસંગ્રહ છે.

આ ત્રણે સંગ્રહોનાં ૧૫૦ ઉપરાંત કાવ્યોમાંથી વધુ રસપ્રદ અને વિશેષ માર્મિક લાગેલાં ૪૦ જેટલાં કાવ્યોને ‘ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો’ નામે સંપાદિત કર્યાં છે.

ચયનના આરંભે, ઉદયનની કવિતાનો આસ્વાદક પરિચય આપતી સમીક્ષા મૂકી છે એ પ્રવેશકની ગરજ સારશે એવી આશા છે.


–સંપાદક