ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક વિશેષાંકો
ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ
૩. ઉમાશંકર-વિષયક વિશેષાંકો
કવિતા, ફેબ્રુઆરી, ૧૯૮૯, ઉમાશંકર જોશી વિશેષાંક, તંત્રી : સુરેશ દલાલ. તાદર્થ્ય, ફેબ્રુઆરી, ૧૯૮૯, ઉમાશંકર સર્જન-સ્મૃતિ વિશેષાંક, તંત્રી : મફત ઓઝા. દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૬, ઉમાશંકર જોશી વિશેષાંક, સંપા. આદિલ મન્સૂરી, મધુસૂદન કાપડિયા. [ગુજરાતી લિટરરી એકૅડમી ઑફ નૉર્થ અમેરિકા, ન્યૂ જર્સી] નયા માર્ગ, તા. ૧–૧–’૮૯નો અંક. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, ઉમાશંકર જોશીની સ્મૃતિમાં વિશેષાંક, તંત્રી : યશવંત શુક્લ અને મધુસૂદન પારેખ. ભાષાવિમર્શ, જાન્યુ.–માર્ચ, ૧૯૮૯, ઉમાશંકર વિવેચન વિશેષાંક, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા. ભૂમિપુત્ર, તા. ૧૬–૧–’૮૯, ઉમાશંકર વિશેષાંક. મિલન–૯, ૧૯૭૧, કવિ શ્રી ઉમાશંકર જોશી અભિનંદન વિશેષાંક, સંપા. મનોજ દરૂ અને અન્ય.