એકોત્તરશતી/૧૦૦. પ્રથમ દિનેર સૂર્ય
પ્રથમ દિવસના સૂર્યે (પ્રથમ દિનેર સૂર્ય)
પ્રથમ દિવસના સૂર્યે અસ્તિત્વના નવીન આવિર્ભાવ વખતે પ્રશ્ન કર્યો હતો—તું કોણ છે? ઉત્તર મળ્યો નહોતો. વરસ પછી વરસ ચાલ્યાં ગયાં. અંતિમ દિવસના સૂર્યે પશ્ચિમ સાગરતીરે નિઃસ્તબ્ધ સંધ્યામાં અંતિમ પ્રશ્ન ઉચ્ચાર્યો—તું કોણ છે? ઉત્તર પામ્યો નહિ. ૨૭ જુલાઈ, ૧૯૪૧ ‘શેષ લેખા’
(અનુ. ઉમાશંકર જોશી)