કંકાવટી/જાઈ રૂડી
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં:
જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌ ગમે
આંગણે રમે આઈ[૧]ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?
- આઈ-મા