કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફીણ ઝાઝાં ને —

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૧. ફીણ ઝાઝાં ને —

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
મડદાં ઝાઝાં ને મીર થોડા :

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

(સુરતા, પૃ. ૮૭)