કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/દર્દ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૨. દર્દ

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે.
આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયાં એ સંગ સમયની, ઊભા અમે.
મેં મિત્રોને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.
ભૂલી જવાય તોય ગુમાવાનું કૈં નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.
મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખાલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
૧૯૬૫

(તમસા, પૃ. ૯૩)