કૃતિકોશ/હાસ્યસાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હાસ્યસાહિત્ય



‘હાસ્યસાહિત્ય’ અમુક અંશે સંકલિત વિભાગ છે. સાહિત્યનાં મુખ્ય પ્રવાહનાં પ્રચલિત સ્વરૂપોમાં એ નથી, પરંતુ સાહિત્યના એક વિશેષ પ્રકાર તરીકે એ જરૂર ઊપસે છે – એથી હાસ્ય‘સાહિત્ય’. અહીં બે પ્રકારનાં પુસ્તકો છે : ૧. કેવળ હાસ્ય-લક્ષી. હાસ્ય નિષ્પન્ન કરવાના જ પ્રયોજનથી વર્તમાનપત્રોમાં, સામયિકોમાં લખાતા સ્તંભો/વિભાગોમાંથી નીપજેલાં જેમકે ‘૧૯૨૭, મસ્તફકીરનો હાસ્યભંડાર’, ‘૧૯૪૪, સાંબેલાના સૂર’, ‘૧૯૬૧, બકોર પટેલ ગ્રંથમાળા’, ‘૧૯૬૫, હું શાણી ને શકરાભાઈ...’ વગેરે. આ પુસ્તકો અન્ય કોઈ સ્વરૂપ હેઠળ નહીં, હાસ્ય‘સાહિત્ય’માં આવી શકે. મિશ્રસ્વરૂપી હાસ્યકેન્દ્રી પુસ્તકો (‘૧૯૧૫, હાસ્યમંદિર’ વગેરે) પણ અહીં જ આવી શકે.
૨. વિવિધ સ્વરૂપોનાં પણ હાસ્ય એનો વિષય હોય એવાં પુસ્તકો. જેમકે : ‘૧૯૩૩, મોદીખાનાનો તપસ્વી’ (કાવ્ય/પ્રતિકાવ્ય), ‘૧૯૩૬ અમે બધાં’ (નવલકથા), ‘૧૯૭૭ મરક મરક’ (નિબંધ), ‘૧૯૨૧, વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (નાટક), – તેમજ ૧૯મી સદીનાં ‘...ફારસ’નામી પુસ્તકો), વગેરે.
આવાં પુસ્તકોમાંથી ઠીકઠીક પ્રમાણમાં (બધાં જ નહીં) અહીંં ‘હાસ્યસાહિત્ય’માં પણ ફરીથી લીધાં છે.
આખા કોશમાં, ‘એક જ કૃતિ બે સ્વરૂપવિભાગોમાં’ – એ નીતિ હેઠળ પુનરાવર્તિત કરેલાં – ફરીથી મૂકેલાં – પુસ્તકોનું સૌથી વધુ પ્રમાણ આ વિભાગમાં હોવાથી પણ એને સંકલિત વિભાગ ગણ્યો છે. એથી, મુખ્ય સર્જનાત્મક સાહિત્યસ્વરૂપોના વિભાગો પછી તરત આ વિભાગ મૂકેલો છે. હાસ્ય વિષયના અભ્યાસીઓને એથી મદદ મળશે.


૧૮૭૧-૧૮૮૦
૧૮૭૪ જમરહે હોકાયત : ભા. ૧, ૨ – ખરશેદજી નશરવાનજી
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૩ ઘરડા કાકાનો વરઘોડો – ભટ્ટ કહાનજી
૧૮૮૫ ગપ્પીદાસની ગપ યાને રમૂજી વાર્તા – નૃસિંહ
૧૮૮૫ માણેકજી મેજીસ્તેરેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ – મોદી વનમાળી લાધા
૧૮૮૫ સવાઈ ઠગનો રમૂજી ફારસ – વહોરા અબ્દુલહુસેન
૧૮૮૬ ગજરાવળીની...ગરબા – ચુનીલાલ પીતાંબરદાસ
૧૮૮૬ નવા રમૂજી ગરબા – ચુનીલાલ પીતાંબરદાસ
૧૮૮૭ કડક કન્યાને માણેકલાલ પરણ્યા – રાણે જી. કે.
૧૮૮૮ તલેસ્માતી રમૂજી વાર્તા – અલીમહમ્મદ એ.
૧૮૮૮ ગુલાબવહુ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ – શાહ ગોકળદાસ બાપુજી
૧૮૮૯ હીરામાણેકનો ફારસ – પારેખ ગિરધરલાલ
૧૮૮૯ ચાર કહેવતની રમૂજી વાર્તા – બૂચ ગુલાબરાય
૧૮૮૯ ગપ્પીદાસની ગપ અને તરંગી તુક્કા – શાહ નાનાલાલ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ કુધારાની કલ્પના યાને રમૂજ રચના – આર. એફ. એમ.
૧૮૯૨ કૃપણશા અને પ્રપંચી દ્વિજ – ભટ્ટ કહાનજી
૧૮૯૩ ફોફળશાના રમૂજી ફકરા – ત્રવાડી માધવજી
૧૮૯૪ ગુલની ભૂલ ને ભૂલનો ભોગ – એંટી બમનશા
૧૮૯૫ શ્રી કપુરચંદ પાનચંદનું રમૂજી હાસ્યકારક ફારસ – બુકસેલર છોટાલાલ
૧૮૯૬ છીનાળ છત્રીસી ઊર્ફે ચીકાની વહુનો ફારસ અને મોતીની માળા – વૈદ્ય હરિલાલ
૧૮૯૯ સ્વર્ગમાં સબજેક્ટ કમિટિ – ધ્રુવ/વસઈવાળા પ્રાણજીવન
૧૮૯૯ શતપ્રશ્નોત્તરાવલી – ધ્રુવ પ્રાણજીવન
૧૯૦૦ ધીરજરામકૃત કવિતા – પુરાણી ધીરજરામ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ કુભારજા દોષદર્શક – ઝનોર દિવાળીબાઈ
૧૯૦૫ ઉક્કરજી ઉતાવલયા તથા પાનનો ભેદ – વસઈગર ફરેદુન ફરામજી
૧૯૦૫ ગ્રામોફોનની ગરબડ – વસઈગર ફરેદુન ફરામજી
૧૯૦૭ ગમ્મત ઘંટ અથવા મસાલેદાર મુરબ્બો – શાહ નાનાલાલ
૧૯૦૮ વશીકરણ યાને મોહિની – ઝનોર દિવાળીબાઈ
૧૯૦૮ હાસ્યરસનો ભંડાર : ૧ – ત્રિવેદી દિનમણિશંકર
૧૯૧૦ રસિક ફારસસંગ્રહ – કુંભાર બાપુભાઈ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૩ કાઢે તેનું હાલે – નરસિંહલાલ ધમનલાલ
૧૯૧૩ રામાની રામાયણ અને પરણેલાનો પસ્તાવો – મહેતા ત્રિભુવનદાસ
૧૯૧૩ કુબુદ્ધિનો કેર – મહેતા ત્રિભુવનદાસ
૧૯૧૪ મધરાતનો પરોણો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૪ ધસેલો ધાંખરો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૪ ગામડિયો ગમાર – બોડાવાલા મણિલાલ
૧૯૧૫ ટોપ્સી ટર્વી – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૫ માસ્તર કે મનહર – વ્યાસ ભાનુપ્રસાદ
૧૯૧૫ હાસ્યમંદિર – નીલકંઠ રમણભાઈ (+ અન્ય)
૧૯૧૬ ખૂબીનો ખજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર – કવિ અંબાલાલ
૧૯૧૭ નિવૃત્તિવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૧૮ ઘેરનો ગવંડર – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૨૦ હું, સરલા અને મિત્રમંડળ – મહેતા ધનસુખલાલ
૧૯૨૦ મારું પોગળ – વૈદ્ય સોમચંદ જેઠાલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ વાવાશેઠનું સ્વાતંત્ર્ય – મુનશી કનૈયાલાલ
૧૯૨૧ કળજુગની ફેશનબાઈ – વૈદ્ય સોમચંદ જેઠાલાલ
૧૯૨૨, ૨૪ હાસ્યકથામંજરી : ભા. ૧, ૨ – મહેતા ધનસુખલાલ
૧૯૨૪ પટલાણીનો સત્યાગ્રહ [પદ્ય] – ભટ્ટ સત્યનારાયણ
૧૯૨૪ બે ખરાબ જણ – મુનશી કનૈયાલાલ
૧૯૨૫ આસપાસ  ધરતીના ધબકારા[હઝલો] – પટેલ ઈબ્રાહીમ
૧૯૨૬ દેવોને ખુલ્લા પત્રો – ખંધડીઆ જદુરાય
૧૯૨૬ ૯ નવી વાતો – ખંધડીયા જદુરાય
૧૯૨૬ બુદ્ધિનું બજાર – ખંધડીયા જદુરાય
૧૯૨૬ હૃદયની રસધાર – ખંધડીયા જદુરાય
૧૯૨૬ મસ્તફકીરની મસ્તી – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૨૬, ૧૯૩૨ ઑલિયા જોશીનો અખાડો : ભા. ૧-૨ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૨૭ દોઢ ડહાપણનો સાગર – ખંધડીયા જદુરાય
૧૯૨૭ હાસ્યદર્શન – ખંધડીયા જદુરાય
૧૯૨૭ મસ્તફકીરનો હાસ્યભંડાર – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૨૭ અકબર બીરબલનો વિનોદી વાર્તાસંગ્રહ – સત્થા પેસ્તનજી
૧૯૨૮ ગરબડ ગોટો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૨૮ બોધાના બખેડા – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૮ બીરબલનો હાસ્યભંડાર – સત્થા પેસ્તનજી
૧૯૨૮ સાહિત્યવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૨૯ ઊંધિયું – જાગીરદાર છોટાલાલ
૧૯૨૯ પોયણાં[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૨૯ રસનાં ચટકાં – પટેલ ઈબ્રાહીમ
૧૯૨૯ દાલચીવડાની દસ વાર્તાઓ – રાયચુરા ગોકુલદાસ
૧૯૨૯ વિનોદવાટિકા – વર્મા બંસીલાલ
૧૯૩૦ ફઈબાકાકી – જાગીરદાર છોટાલાલ
૧૯૩૦ ચૌદશિયા ટોળી કે ચંડાળ ચોકડી – ત્રિકાળજ્ઞાની
૧૯૩૦ હાસ્યકુંજ – પટેલ ઈબ્રાહીમ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ સબરસિયું – જાગીરદાર છોટાલાલ
૧૯૩૧ આકાશનાં પુષ્પો – મહેતા ગગનવિહારી
૧૯૩૧ પૂજારીને પગલે – મહેતા જયસુખલાલ
૧૯૩૧ હાસ્યવિહાર – મહેતા ધનસુખલાલ
૧૯૩૧ ઓલિયાની આરસી – સંઘવી બળવંત
૧૯૩૨ રંગતરંગ : ભા. ૧ – દવે જ્યોતીન્દ્ર
૧૯૩૨ મસ્ત ફકીરનો હાસ્યવિલાસ – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૩૨ મસ્તફકીરનું મુક્તહાસ્ય – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૩૨ જગતની ધર્મશાળામાં – મહેતા જયસુખલાલ
૧૯૩૨ ભૂતના ભડકા – મહેતા ધનસુખલાલ
૧૯૩૨ વાર્તાવિહાર – મહેતા ધનસુખલાલ
૧૯૩૩ મોદીખાનાનો તપસ્વી [પ્રતિકાવ્યો] – કવિ છોટાલાલ
૧૯૩૩ હાસ્યરસિકા – જાગીરદાર છોટાલાલ
૧૯૩૩ મારી નોંધપોથી – દવે જ્યોતીન્દ્ર
૧૯૩૩ હાસ્યઝરણાં – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૩૩ હાસ્યકિલ્લોલ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૩૪ બત્રીસ લક્ષણ – ખંધડીયા જદુરાય
૧૯૩૪ સાસુજી – મહેતા ધનસુખલાલ
૧૯૩૪ પ્રવાસવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૩૫ જાગીરદારનો હાસ્યભંડાર – જાગીરદાર છોટાલાલ
૧૯૩૫ રમૂજ કૌતુક હસાહસ – દાવર કેખશરૂ
૧૯૩૫ અમી[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૩૬ ખલીલનો ખિલખિલાટ – ખલીલ ઐયુબખાન
૧૯૩૬ સવણિક રામાયણ – ખંધડીયા જદુરાય
૧૯૩૬ અમે બધાં – દવે જ્યોતીન્દ્ર (+ મહેતા ધનસુખલાલ)
૧૯૩૬ જીવતી જુલિયટ – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૩૭ નકો નગરિયો – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૩૭ આનંદ બત્રીસી – ખંધડીયા જદુરાય
૧૯૩૮ અક્કલના ઈજારદાર – પટેલ ઈબ્રાહીમ
૧૯૩૮ મસ્તફકીરનાં હાસ્યછાંટણાં – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૩૯ કેતકીનાં પુષ્પો – ત્રિવેદી નવલરામ
૧૯૩૯ રામરોટી – બૂચ નટવરલાલ
૧૯૩૯ હાસ્યનૈવેદ્ય – સંઘવી બળવંત
૧૯૪૦ વહેમી – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૪૦ છેલ્લો ફાલ – મહેતા ધનસુખલાલ
૧૯૪૦ આસપાસ  હાસ્યગંગા : ભા. ૧ થી ૪ – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧-૪૬ રંગતરંગ : ભા. ૨ થી ૬ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૨ કુવારા – જંબુકાકા
૧૯૪૨ પાનગોષ્ઠિ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૨ કટાક્ષ કાવ્યો – જોશી દેવકૃષ્ણ
૧૯૪૨ સાંબેલાં – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન)
૧૯૪૨ કથાહાસ્ય – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૪૩ હસહસાટ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૪૩ હાસ્ય પ્રકાશ – ખંધડીયા જદુરાય
૧૯૪૪ ગાંડાનો ગવારો – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૪૪ વ્યંગવિનોદ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’
૧૯૪૪ મસ્ત ફકીરનાં હાસ્યરત્નો – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૪૪ સાંબેલાના સૂર – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૫ ટૂંકું ને ટચ – અંજારિયા મૂળરાજ
૧૯૪૫ પરિહાસ [મ.] – ત્રિવેદી નવલરામ
૧૯૪૫ હાસ્યતરંગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૫ ઠંડે પહોરે – ભટ્ટ મુનિકુમાર
૧૯૪૫ નવરાની નોંધ – મહેતા રમણિકલાલ
૧૯૪૫ જીવનહાસ્ય – મહેતા રમણિકલાલ
૧૯૪૬ પાનનાં બીડાં – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૬ આનંદઘર – પટેલ ઈબ્રાહીમ
૧૯૪૬ અમથીડોશીની અવળવાણી – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન)
૧૯૪૭ અલ્પાત્માનું આત્મપુરાણ – દવે જ્યોતીન્દ્ર
૧૯૪૭ નારદવાણી – ભટ્ટ રમણલાલ ‘નારદ’
૧૯૪૮ બુદ્ધિના બ્રહ્મચારી – કોટક વજુ
૧૯૪૮ ઉલ્લાસ – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૪૯ લાકડાના લાડુ – અંજારિયા મૂળરાજ
૧૯૪૯ સતી અને સાહ્યબો અને બીજાં કટાક્ષગીતો – પંડ્યા શાંતિકુમાર
૧૯૪૯ હસતા રામ – મહેતા રમણિકલાલ
૧૯૪૯ પાનસોપારી – પટવા ચિનુભાઈ
૧૯૫૦ આનંદ બજાર – અંજારિયા મૂળરાજ
૧૯૫૦ આનંદવિનોદ – સંઘવી બળવંત
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ ચતુર ભાભી અને ચક્રમ મંડળ – ખંધડીયા જદુરાય
૧૯૫૧ પંચાજીરી – મહેતા રમણલાલ છોટાલાલ
૧૯૫૧ હાસ્યમુકુલ – પંડ્યા મુકુન્દરાય છગનલાલ
૧૯૫૨ ચતુર ભાભીનાં પરાક્રમો – ખંધડીયા જદુરાય
૧૯૫૨ રેતીની રોટલી – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૨ છૂછો અને મૂછો –પંડ્યા શંકર
૧૯૫૨ મારી પડોશણ – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૫૩ ગેલગપાટા – અંજારિયા મૂળરાજ
૧૯૫૩ ટોળટપ્પા – અંજારિયા મૂળરાજ
૧૯૫૩ ફુરસદના ફડાકા – અંજારિયા મૂળરાજ
૧૯૫૩ હાસ્યહિંડોળ – અંજારિયા મૂળરાજ
૧૯૫૩ હસામણાં – અંજારિયા મૂળરાજ
૧૯૫૩ બનાવટી ફૂલો – બૂચ નટવરલાલ
૧૯૫૩ મંછુલાલા – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૫૩ હાસ્યસાધના – સંઘવી બળવંત
૧૯૫૪ અમૂલ્યની આત્મકથા – પાઠક રવિશંકર
૧૯૫૫ ત્રણ નાટકો – ઍન્જિનિયર જહાંગીર
૧૯૫૫ સચરાચર – ત્રિપાઠી બકુલ
૧૯૫૫ સંવાદો (બી. આ.) – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૫૫ મારે નથી પરણવું – સાંગાણી દામુભાઈ
૧૯૫૬ નજર : લાંબી અને ટૂંકી – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૭ ત્રીજું સુખ – દવે જ્યોતીન્દ્ર
૧૯૫૭ છૂટે દુપટ્ટે – ભટ્ટ ભગવત
૧૯૫૮ પોથીમાંનાં રીંગણાં – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૫૯ બેજનની બેક્સી યાને બેજનની મુશીબતનો અહેવાલ(બી.આ.) – ઝાંસીવાલા બેજનજી
૧૯૫૯ ઊંધે ઘડે પાણી[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૫૯ શિવસદનનું સ્નેહકારણ – મહેતા યશોધર
૧૯૬૦ રોગ, યોગ અને પ્રયોગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૬૦ મોજ, મજાક, મહેફિલ – ભટ્ટ રમેશ
૧૯૬૦* તુલસી ઇસ સંસારમેં (કવિતા) – પટેલ હસનભાઈ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ હું અને મારી શ્રીમતી – સાંગાણી દામુભાઈ
૧૯૬૧ રંગ અન વ્યંગ – નાયક નાનુભાઈ મ.
૧૯૬૧ હળવે હાથે – શાહ નટવરલાલ ખીમચંદ
૧૯૬૨ વ્યંગ રંગ : ભા. ૧, ૨ – ચંદે રમેશકુમાર
૧૯૬૨ હાસ્યદાની – પંડ્યા જન્મશંકર
૧૯૬૨ પહેલું સુખ તે મૂંગી નાર – ભટ્ટ વિનોદ
૧૯૬૩ છોટમ્‌ની કટાક્ષિકા (કવિતા) – ઠક્કર મહેન્દ્ર, ‘છોટમ્‌’
૧૯૬૩ ધૂળનાં ઢેફાં : ભા. ૧ – પરીખ શાંતિલાલ
૧૯૬૩ ઈદમ્‌ તૃતીયમ – ભટ્ટ વિનોદ
૧૯૬૪ આનંદ ગુલાલ – ગાંધી રંભાબેન
૧૯૬૪ તરંગરંગ – જીવાણી હયદરઅલી
૧૯૬૪ વિનોદી ટુચકા – ઠક્કર પ્રવીણ
૧૯૬૪ ગિરજો ગોર – ઠાકુર રામચંદ્ર
૧૯૬૪ શકુંતલા, ગોરખ અને મચ્છિન્દ્ર – પટવા ચિનુભાઈ
૧૯૬૫ જ્યાં જ્યાં પડે નજર મારી – દવે જ્યોતીન્દ્ર
૧૯૬૫ હું, શાણી અને શકરાભાઈ – પારેખ મધુસૂદન
૧૯૬૫ હાસ્યમોહક – સંઘવી બળવંત
૧૯૬૫* અનોખી ગૃહખરીદી – પાદશાહ કિશોરચંદ્ર
૧૯૬૬ મંદસ્મિત – જોશી નટવરલાલ
૧૯૬૬ સોમવારની સવારે – ત્રિપાઠી બકુલ
૧૯૬૬ મહાપુરુષોનો વિનોદ – પટેલ હરિભાઈ છો.
૧૯૬૬ શેઠનો ડાહ્યો – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૬૬ હાસ્યપોથી – સંઘવી બળવંત
૧૯૬૬ વ્યંગવાણી – પારેખ પુરુષોત્તમદાસ ભગવાનલાલ ‘વ્યંગ’
૧૯૬૭ આપકર્મી કે બાપકર્મી – ગોલીબાર હારુન નૂરમહમ્મદ, ‘છોટે ગોલીબાર’
૧૯૬૭ હુશ્નબાનુ – ગોલીબાર હારુન નૂરમહમ્મદ, ‘છોટે ગોલીબાર’
૧૯૬૭ હાસ્યયુદ્ધ – જોશી ઠાકોરલાલ
૧૯૬૭ આનંદલ્હાણી – જોશી ઠાકોરલાલ
૧૯૬૭ નગદનારાયણ : ૧-૨ – પટેલ પન્નાલાલ
૧૯૬૭ સૂડી સોપારી – પારેખ મધુસૂદન
૧૯૬૭ આજની લાત – ભટ્ટ વિનોદ
૧૯૬૭ પેરોડીગીત – અમરેલિયા ચંદ્રકાન્ત ‘અચલ અમરેલિયા’
૧૯૬૭ થી ૧૯૮૦ બકોર પટેલ ગ્રંથમાળા : ભા. ૧ થી ૩૪ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૬૮ રામરોટી ત્રીજી – બૂચ નટવરલાલ
૧૯૬૮ ગપગોષ્ઠિ – ભટ્ટ રમેશ
૧૯૬૮ રંગ વ્યંગ – ધોકાઈ જયંતિ
૧૯૬૮ ચાલો સજોડે પ્રવાસ કરીએ – પટવા ચિનુભાઈ
૧૯૬૯ હાસ્યમિલન – જોશી ઠાકોરલાલ
૧૯૬૯ ગિરજા ગોરનો સોટો – ઠાકુર રામચંદ્ર
૧૯૭૦ જોયું હળવી નજરે – દેસાઈ દિનકર
૧૯૭૦ મફતિયા મેન્ટાલિટી – વાળંદ નરોત્તમ
૧૯૭૦ સપનાં – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ શહેરમાં ફરતાં ફરતાં – કોટક વજુ
૧૯૭૧ જલ્પન – જોશીપુરા પ્રદ્યુમ્ન
૧૯૭૧ વ્યંગ વાઙ્‌મય – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૭૧ રવિવારની સવાર – પારેખ મધુસૂદન
૧૯૭૧ અવળી ગંગા – મહેતા ગગનવિહારી
૧૯૭૨ ધોંડુ અને પાંડુ – કોટક વજુ
૧૯૭૨ વ્યંગાવલોકન યાને – ત્રિવેદી નિરંજન
૧૯૭૨ વિનોદ ભટ્ટના પ્રેમપત્રો – ભટ્ટ વિનોદ
૧૯૭૨ અક્કલબહાદુર – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૭૨ ડફોળશંકર – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૭૨ દિલ્હીના ઠગ – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૭૨ વાણિયા વટના કટકા – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૭૩ ત્રિકોણનો ચોથો ખૂણો – ઉપાધ્યાય ભૂપેન્દ્ર
૧૯૭૩ આનંદ મંગળ – ગાંધી રંભાબેન
૧૯૭૩ હાસ્યનારાયણ – જોશી ઠાકોરલાલ
૧૯૭૩ શ્રેષ્ઠ તીર્થ ઘરવાળી – ઠક્કર પ્રવીણ
૧૯૭૩ મરકટલાલ – પટેલ પન્નાલાલ
૧૯૭૩ મારા સ્વપ્નનો ચિરાગ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૭૪ જીવનના રંગ – ઠક્કર પ્રવીણ
૧૯૭૪ ઉપદ્રવ (કવિતા) – દવે નાથાલાલ
૧૯૭૪ હું, રાધા અને રાયજી – પારેખ મધુસૂદન
૧૯૭૪ ઈદમ્‌ ચતુર્થમ – ભટ્ટ વિનોદ
૧૯૭૫ વર્તુળના વિકર્ણ – જોશીપુરા પ્રદ્યુમ્ન
૧૯૭૫ હારમાં જીત – ઠક્કર પ્રવીણ
૧૯૭૫ વિનોદિકા – પંચાલ પોપટલાલ
૧૯૭૫ આપણે બધા – પારેખ મધુસૂદન
૧૯૭૫ ગંદા હાથ રળિયામણા – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૭૬ લગ્નજીવનમાં ૧લો એ ગ્રેડનો પુરુષ – ઠક્કર પ્રવીણ
૧૯૭૬ છોટમ્‌ના છબરડા – ઠક્કર મહેન્દ્ર, ‘છોટમ્‌’
૧૯૭૬ જ્યોતીન્દ્ર તરંગ – દવે જ્યોતીન્દ્ર
૧૯૭૭ હળવાં તીર – પટેલ તરુલતા દિનેશ
૧૯૭૭ હાસ્યનું શરાબઘર – પટેલ વિઠ્ઠલભાઈ
૧૯૭૭ મરક મરક – બોરીસાગર રતિલાલ
૧૯૭૭ હાસ્યરૂપ જૂજવાં – ભટ્ટ રમેશ
૧૯૭૭ એન્જોયગ્રાફી – બોરીસાગર રતિલાલ
૧૯૭૮ હું અને શ્રીમતીજી – અમર
૧૯૭૮ પરદુઃખભંજન પેસ્તનજી – પટેલ ધીરુબેન
૧૯૭૮ હસાહસ કથામાળા – વ્યાસ હરિપ્રસાદ
૧૯૭૯ ઉપદ્રવ : ૨ (કવિતા) – દવે નાથાલાલ
૧૯૭૯ સબરસ – પરિયાણી અબ્દુલસત્તાર
૧૯૭૯ હાસ્યલોક – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૭૯ વિનોદની નજરે – ભટ્ટ વિનોદ
૧૯૭૯ હાસ્યતરંગ – શાહ મુકુંદલાલ
૧૯૭૯ રમણભ્રમણ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૮૦ તરંગલીલા – જોશી નટવરલાલ
૧૯૮૦ મોનાલીસા – ત્રિવેદી ઈજ્જતકુમાર
૧૯૮૦ હાસ્યહિંડોળો – પંડિત કૃષ્ણવદન
૧૯૮૦ વાહ અમેરિકા, આહ અમેરિકા – મહેતા તારક
૧૯૮૦ બકોર પટેલ ગ્રંથમાળા ભાગ : ૩૪ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય [૧ : ૧૯૬૭]
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ પહેલું સુખ તે જાતે હસ્યા – ત્રિવેદી નિરંજન
૧૯૮૧ તાતાં તીર – પટેલ તરુલતા દિનેશ
૧૯૮૧ અને હવે ઇતિહાસ – ભટ્ટ વિનોદ
૧૯૮૧ તારક મહેતાનાં ઊંધા ચશ્માં – મહેતા તારક
૧૯૮૧ બે નંબર – મેરાઈ શાંતિલાલ
૧૯૮૧ હાસ્યમેવ જયતે – વ્યાસ વ્રજલાલ ‘વ્યાસજી’
૧૯૮૨ બે ઘડી ગમ્મત – આચાર્ય ઈન્દ્રદેવ
૧૯૮૨ આચાર્યની આજકાલ-ભાગ૧-૨ – આચાર્ય ઈન્દ્રદેવ
૧૯૮૨ ઠંડો સૂરજ – ધોળકિયા મહેશ
૧૯૮૨ હાસ્યોત્સવ – પંડિત કૃષ્ણવદન
૧૯૮૨ આંખ આડા કાન – ભટ્ટ વિનોદ
૧૯૮૨ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ – મહેતા તારક
૧૯૮૨ તારક મહેતાનો ટપુડો – મહેતા તારક
૧૯૮૨ પરોપદેશે પાંડિત્યમ્‌ – વાળંદ નરોત્તમ
૧૯૮૨ વિનોદાયન – પારેખ મધુસૂદન
૧૯૮૨ રાજકીય મીની વ્યંગ કાવ્યો – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૩ ત્રિકોણનો પાંચમો ખૂણો – ઉપાધ્યાય ભૂપેન્દ્ર
૧૯૮૩ મુક્તવિહાર – જોશી નટવરલાલ
૧૯૮૩ હાસ્યની પરબ – જોશી નટવરલાલ
૧૯૮૩ વૈકુંઠ નથી જાવું – ત્રિપાઠી બકુલ
૧૯૮૩ હાસ્યોપનિષદ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૮૩ આનંદલોક – બોરીસાગર રતિલાલ
૧૯૮૩ ગ્રંથની ગરબડ – ભટ્ટ વિનોદ
૧૯૮૩ બુધવારની બપોરે – દવે અશોક
૧૯૮૩ દોઢ ડહાપણની દાઢ – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૮૩ તક્ર વાણ – પટેલ તરુલતા દિનેશ
૧૯૮૪ ધકેલ પંચા દોઢસો – જેબલિયા નાનાભાઈ
૧૯૮૪ વક્રવાણ – પટેલ તરુલતા
૧૯૮૪ ગગનનાં લગન – પટેલ ધીરુબેન
૧૯૮૪ અડવાપચીસી – પાઠક હરિકૃષ્ણ
૧૯૮૪ નરો વા કુંજરો વા – ભટ્ટ વિનોદ
૧૯૮૪ તારક મહેતાના ટપુડાનો તરખાટ – મહેતા તારક
૧૯૮૪ દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી : ભા. ૧, ૨ – મહેતા તારક
૧૯૮૪ જૂઠ બોલે કૌઆ કાટે – સોમપુરા સુરેશ
૧૯૮૪ હાસ્ય વાર્તામાળા : પુ. ૩ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ
૧૯૮૫ દ્રોણાચાર્યનું સિંહાસન – ત્રિપાઠી બકુલ
૧૯૮૫ હળવે હાથે – ત્રિવેદી ઈજ્જતકુમાર
૧૯૮૫ પેથાભાઈ પુરાણ – પારેખ મધુસૂદન
૧૯૮૫ અમદાવાદ એટલે અમદાવાદ – ભટ્ટ વિનોદ
૧૯૮૫ શેખાદમ ગ્રેટાદમ – ભટ્ટ વિનોદ
૧૯૮૫ તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે – મહેતા તારક
૧૯૮૫ અવળે ખૂણે [મ.] – પટવા ચિનુભાઈ
૧૯૮૫ નવરાં બેઠાં [મ.] – પટવા ચિનુભાઈ
૧૯૮૫ તમે તો આવાને આવા જ રહ્યા – ગાંધી જયંત ‘કુસુમાયુધ’
૧૯૮૫-૮૬ એક ડાહ્યાની દોઢડાયરી : ૧, ૨ – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૮૬ નામ વિનાનું પુસ્તક – ઠક્કર મહેન્દ્ર ‘છોટમ્‌’
૧૯૮૬ કાગળનાં કેસૂડાં [કવિતા] – બૂચ નટવરલાલ
૧૯૮૬ તઘલખનો પુનર્જન્મ – ધોળકિયા હરેશ
૧૯૮૬ સાયબો મારો કહ્યાગરો કંથ – ગાંધી જયંત ‘કુસુમાયુધ’
૧૯૮૭ ગોવિન્દે માંડી ગોઠડી – ત્રિપાઠી બકુલ
૧૯૮૭ કલબલિયાં કાર્ટુન – તપોધન તુષારબિન્દુ
૧૯૮૭ હાસ્યલહરી – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’
૧૯૮૮ રાઈના દાણા – ત્રિવેદી ઇજ્જતકુમાર
૧૯૮૮ કાર્તિક અને બીજા બધા – પટેલ ધીરુબહેન
૧૯૮૮ હાસ્યરમણા – પાઠક રમણ
૧૯૮૮ સચ બોલે કુત્તા કાટે – મહેતા તારક
૧૯૮૮ દેખ કબીરા રોયા – ધોળકિયા હરેશ
૧૯૮૮ તરુ વિનોદ – પટેલ તરુલતા દિનેશ
૧૯૯૦ ટંકાર – ઠાકર નિર્મિશ
૧૯૯૦ બોલતી બાલિકા – તપોધન તુષારબિન્દુ
૧૯૯૦ જેન્તી જોખમ – દવે અશોક
૧૯૯૦ હાસ્ય બત્રીસી – પટેલ પ્રહ્‌લાદભાઈ
૧૯૯૦ વ્યંગ રંગ અને વંટોળ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ
૧૯૯૦ મન સાથે મૈત્રી – ત્રિપાઠી બકુલ
૧૯૯૦ પ્રતિકાવ્યો – ઠક્કર મોહન
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ કચકડાની કોથમીર – ઓઝા દિગંત
૧૯૯૧ નવા નાકે દિવાળી – જાદવ જોરાવરસિંહ
૧૯૯૧ અશોક દવેની સિક્સરો – દવે અશોક
૧૯૯૧ તારક મહેતાના ખુલ્લા અને ખાનગી પત્રો – મહેતા તારક
૧૯૯૨ સત્તાનું શક્કરિયું – ઓઝા દિગંત
૧૯૯૨ ખાલી ખોળાના ખપ્પરમાં – ઓઝા દિગંત
૧૯૯૨ દિવ્ય મંદિર મારા દેવના રે – જાદવ જોરાવરસિંહ
૧૯૯૨ સરવાળે ભાગાકાર – ત્રિવેદી નિરંજન
૧૯૯૨ હાસ્ય નિર્ઝરી – માંકડ કિશોરકાન્ત
૧૯૯૨ ધણીને ધાકમાં રાખો ! – શાહ ચિત્રસેન
૧૯૯૨ હાસપરિહાસ – સંઘવી ચંપકલાલ
૧૯૯૨ ધીરજનાં ફળ મીઠાં – સંઘવી ચંપકલાલ
૧૯૯૨ ગાંધીથી દિલ્હી સુધી – સિંધી અમીરમહમંદ
૧૯૯૨ હિંડોળો ઝાકમઝોર – ત્રિપાઠી બકુલ
૧૯૯૩ ખુશ મિજાજ – દવે અશોક
૧૯૯૩ પ્રિયદર્શીનો મધુવિનોદ – પારેખ મધુસૂદન
૧૯૯૩ ગધેડું અને બીજા – ભટ્ટ કાર્તિકેય
૧૯૯૩ હાસ્ય કાવ્યકથા – વાળંદ નરોત્તમ
૧૯૯૩ વ્હાલા પપ્પા – શાહ વિભૂત
૧૯૯૪ અશોક દવેના ઉપદેશો – દવે અશોક
૧૯૯૪ ઓળખ પરેડ – દવે અશોક
૧૯૯૪ હસ્યા તે વસ્યા – પટેલ પ્રહ્‌લાદભાઈ
૧૯૯૪ પરણું તો એને જ પરણું – ત્રિપાઠી બકુલ
૧૯૯૪ અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં – ત્રિપાઠી બકુલ
૧૯૯૪ લગ્નમંગલ હાસ્યમંગલ – ત્રિપાઠી બકુલ
૧૯૯૪ શેક્‌સ્પિયરનું શ્રાદ્ધ – ત્રિપાઠી બકુલ
૧૯૯૫ કળિયુગ આવશે – જેબલિંયા નાનાભાઈ
૧૯૯૫ બોલ્યું બાફ્યું માફ – જોષીપુરા પ્રદ્યુમ્ન
૧૯૯૫ મૂર્ખઃ સુખં જીવતિ – ત્રિવેદી ગૌરીશંકર
૧૯૯૫ બાવાજીનો બાયસ્કોપ – દસ્તૂર બહેરામગોર
૧૯૯૫ મારે ક્યાં લખવું હતું – રાઠોડ શાહબુદ્દીન
૧૯૯૬ શબ્દોનાં શીર્ષાસન – ઠાકર નિર્મિશ
૧૯૯૬ અર્થ આડા થાય તો – ઠાકર નિર્મિશ
૧૯૯૬ સ્માઇલ પ્લીઝ! – પટેલ રમેશ ચંદુભાઈ ‘ક્ષ’
૧૯૯૭ ઝરમર ઝરમર – પંચાલ પોપટલાલ
૧૯૯૭ લાખ રૂપિયાની વાત – રાઠોડ શાહબુદ્દીન
૧૯૯૭ અણમોલ આતિથ્ય – રાઠોડ શાહબુદ્દીન
૧૯૯૮ સ્મિતમાં વરસે સોનું – ઈસમાઈલી નસીરૂદ્દીન ‘નસીર ઈસમાઈલી’
૧૯૯૮ ચક્રાકાર ચતુષ્કોણ – ઠાકર નિર્મિશ
૧૯૯૮ હળવાશની પળોમાં – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્‌’
૧૯૯૮ હસતાં, હસાવતાં – રાઠોડ શાહબુદ્દીન
૧૯૯૮ દુઃખી થવાની કળા – રાઠોડ શાહબુદ્દીન
૧૯૯૯ ઊંઘ અને ઉપવાસ – ચૌધરી રઘુવીર
૧૯૯૯ દેવું તો મર્દ કરે – રાઠોડ શાહબુદ્દીન
૨૦૦૦ કેટલી વીસે સો – ગાંધી જયંત ‘કુસુમાયુધ’
૨૦૦૦ હાસ્યના પ્રયોગો, હાસ્ય કથા – જોષીપુરા પ્રદ્યુમ્ન
૨૦૦૦ અહો નિર્મિશાત્મક – ઠાકર નિર્મિશ
૨૦૦૦ હાસ્યમ્‌ તિર્યક્‌મ – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ
૨૦૦૦ પહેલું સુખ તે માંદા પડ્યા – ભટ્ટ વિનોદ
૨૦૦૦ લીલા અપરંપાર – શાસ્ત્રી વિજય
૨૦૦૦ અજબ ભયોજી ખેલ – શાસ્ત્રી વિજય