કૃતિકોશ/બાળસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાળસાહિત્ય



પહેલા આયોજનમાં બાળ-સાહિત્ય અને અનુવાદ-સાહિત્યનાં પુસ્તકોને તે તે ‘સ્વરૂપ’વિભાગોના પેટાવિભાગો તરીકે – ‘કવિતા, કવિતાઃબાળ, કવિતાઃઅનુવાદ’ એ રીતે મૂકવાનું નક્કી કરેલું. પછીથી વિચારતાં બધાં જ સ્વરૂપોનાં ‘બાળસાહિત્ય’નાં ને બધાં જ સ્વરૂપોનાં ‘અનુવાદ સાહિત્ય’નાં પુસ્તકોને એકસાથે મૂકવાનું વધારે વાચક-સહાયક લાગ્યું.
‘બાળસાહિત્ય’નાં પુસ્તકોના નિર્દેશો સ્પષ્ટ કરવા માટે સૌથી વધારે જહેમત લેવાની થઈ છે – બે કારણે. મુખ્ય સ્રોતોમાં અનેક પુસ્તકોનાં નામ, સ્વરૂપનિર્દેશ વિના કે વર્ષનિર્દેશ વિના કે બંને વિના – કેવળ યાદીના જથ્થારૂપે મળેલાં, એના શક્ય એટલા ઉકેલ, સહાયક ગ્રંથો (વિશેષે સૂચિઓ અને શોધનિબંધો)માંથી મેળવી શકાયા છે. છતાં કેટલાંક પુસ્તકો, એમનાં સ્પષ્ટ સ્વરૂપ કે વર્ષ મળવાના અભાવે છોડી દેવાં પડ્યાં છે. બાળસાહિત્યનાં અનેક પુસ્તકો (કથામાળાઓ વગેરે)ની ઘણી આવૃત્તિઓ થયેલી છે (એમાંથી કોઈ કોઈની પહેલી પછીની આવૃત્તિ પણ નોંધાઈ ગઈ હશે – પહેલીની અનુપલબ્ધિમાં). વળી બાળસાહિત્યના પ્રકાશન સાથે વ્યાપારી વલણ પણ સંકળાયેલું હોવાથી, પહેલી પછીની આવૃત્તિઓ શીર્ષકફેરે પણ થતી રહી છે. (ધ્યાન પડ્યું ત્યાં એવા નિર્દેશો કર્યા છે)
કિશોરસાહિત્યનો સમાવેશ પણ બાળસાહિત્યના વ્યાપક વિષય તરીકે કર્યો છે. બાળકો માટે થયાં હોય એવાં નીતિબોધક દૃષ્ટાંતકથા કે વાર્તાનાં પુસ્તકો પણ અહીં સમાવ્યાં છે. સંપાદનોને પણ – અભ્યાસસુવિધાર્થે – સમાવ્યાં છે, કૌંસમાં ‘(સંપા.)’ એવી નોંધ સાથે.
દલપતરામ વગેરે પ્રારંભિક કવિઓનાં બાળકાવ્યો એમના ‘કાવ્ય’ગ્રંથોમાં સમાવિષ્ટ છે, ઉમાશંકર જોશી વગેરે કેટલાક કવિઓનાં બાળકાવ્યો પણ જુદાં પ્રગટ થયાં નથી, સંગ્રહોમાં છે. એવું બાળસાહિત્ય અભ્યાસીઓએ શોધી લેવાનું રહે.



બાળકવિતા

૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ બાળકાવ્યો – ? વિલેકર [સાહિત્યકોશ]
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૧ બાળોપયોગી ચોપડી – ત્રિપાઠી હરજીવન
૧૮૮૮ બાળબાગ : ભાગ ૧લો – દેલવાડાકર ગોપાળજી
૧૮૮૯ બાળસુબોધ – ત્રિપાઠી હરજીવન
૧૮૯૩ બાળશિક્ષણ ગરબાવળી – દેલવાડાકર ગોપાળજી
૧૯૦૦ બાળગીતો – દવે મણિશંકર મકનજી
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૨ બાલગીતપોથી (સંપા) – ઉંજા ફકીરચંદ
૧૯૦૨ બાળકો માટે ગાવાની કવિતા – ભટ્ટ ઉત્તમરામ
૧૯૦૩ બાળસ્તવનાવલિ – કાળિદાસ મગનભાઈ
૧૯૦૪ બાળા ગરબાવળી – શેઠ બ્રીજવલ્લભ દા.
૧૯૧૦ બાલગીતમાળા – દવે કાશીશંકર મૂ.
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ ગૂજરાતી જૂનાં ગીતો – (સંપા) ભટ્ટ હરિશંકર મ.
૧૯૧૩ બાલગીત માળા [બીજી આ.?] – દવે કાશીશંકર મૂ.
૧૯૧૩ બાલગીત માળા – ભટ્ટ કૃષ્ણપ્રસાદ ગિ.
૧૯૧૫, ૧૯૨૪ બાળગીતસંગ્રહ : ભા. ૧, ૨ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૧૬ બાળકવિતાઓ – ભટ્ટ ધીરજલાલ અ.
૧૯૧૬ મધુબિન્દુ – (સંપા.) અંજારિયા હિંમતલાલ ગ.
૧૯૧૯ બાલગીતા – રાવળ દલપતરામ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૨ બાલગીત – મહેતા ગોકુલદાસ
૧૯૨૨ બાળગીત – ભટ્ટ ચતુર્ભુજ મા.
૧૯૨૨ બાલગીતમંજરી – (સંપા.) શાહ ચુનીલાલ કુ.
૧૯૨૩ વેણીનાં ફૂલ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૩ રાયણ ભાગ : ૧, ૨ – (સંપા.) દવે જુગતરામ
૧૯૨૪ નવાં ગીતો : ભાગ-૧ – વ્યાસ ત્રિભુવન
૧૯૨૫ બાલકાવ્યમાળા – આવસત્થી વિઠ્ઠલરાય
૧૯૨૫ નવાં ગીતો : ભાગ-૨ – વ્યાસ ત્રિભુવન
૧૯૨૬ મધુરાં ગીતો – સોલંકી મેરી
૧૯૨૮ કલ્પતરુ કક્કાવલિ – વેલચંદ ધનજી
૧૯૨૯ બાળઉખાણાં – જોશી કાનજીભાઈ
૧૯૨૯ કિલ્લોલ – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૯ ગૌરીનાં ગીતો – પરમાર દેશળજી
૧૯૨૯ બાળ ઉખાણાં – જોશી કાનજી કાળિદાસ
૧૯૩૦ બાળહસામણાં – જોશી કાનજીભાઈ
૧૯૩૦ ગલગોટા – પરમાર દેશળજી
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ પોઢામણાં – ઓઝા ચંદ્રકાન્ત
૧૯૩૧ બાળકાવ્યો – કવિ ન્હાનાલાલ
૧૯૩૧ પતંગિયાં – દાણી જમુભાઈ
૧૯૩૧ સંભારણાં – બક્ષી હીરાલાલ
૧૯૩૧ ટ્‌હૌકા – પરમાર દેશળજી
૧૯૩૨ ગજરો – ઓઝા ચંદ્રકાન્ત
૧૯૩૨ નવી ગરબાવળી – વ્યાસ ત્રિભુવન
૧૯૩૩ ફૂલડાંની માળ – પંડ્યા દિનકરરાય
૧૯૩૩ લાડકાવ્યો – વીમાવાળા નટવરલાલ
૧૯૩૪ ચાંદોપાળી : ૧, ૨ – નાયક વસંત
૧૯૩૪ કાલાંઘેલાં – પટેલ નાગરદાસ
૧૯૩૫ ચાંદરણાં – મહેતા ચંદ્રવદન
૧૯૩૬ ગમ્મતગીતો – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૩૬ ફૂલકણી – મજમુદાર પ્રીતમલાલ
૧૯૩૬ કથાગીતો – ભાવસાર સોમાભાઈ
૧૯૩૬ ગીતકથાઓ – ઓઝા ચંદ્રકાન્ત
૧૯૩૬ ગલગલિયાં – સોની રમણલાલ પી.
૧૯૩૬ ગ્રામગીતો – ભાવસાર સોમાભાઈ
૧૯૩૭ ગાંધી કાવ્યસંગ્રહ – (સંપા.) જોશી ઉમાશંકર, દેસાઈ ઝીણાભાઈ
૧૯૩૭ ચાંદાપોળી : ૩ – નાયક વસંત
૧૯૩૭ બાળજોડકણાં – બધેકા ગિજુભાઈ
૧૯૩૭ કિલકિલાટ : ભાગ ૧ થી ૫ – દાણી જમુભાઈ
૧૯૩૮ બાળગીતાવલી – શેઠ કેશવલાલ હ.
૧૯૩૮ જોડકણાં – પટેલ સોમાભાઈ
૧૯૩૯ રંગ રંગ વાદળિયાં – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૩૯ ખારેક ટોપરાં – ભાવસાર સોમાભાઈ
૧૯૩૯ ગુંજન – ભાવસાર સોમાભાઈ
૧૯૪૦ અગાશી – ઠાકર ગોવિંદભાઈ (+ અન્ય)
૧૯૪૦ છીપલાં – ઠક્કર મોહનલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ નગીનાવાડી – અરાલવાળા રમણિક
૧૯૪૧ રાસકલિકા – ઓઝા વ્રજલાલ
૧૯૪૧ ગુંજારવ – વ્યાસ ત્રિભુવન
૧૯૪૧ બાળગીતો - ૧, ૨ – અનડા રતનશી
૧૯૪૧ નગીનાવાડી – અરાલવાળા રમણિક
૧૯૪૨ નિસરણી : ભા ૧ થી ૧૦ – ઠાકર ગોવિંદભાઈ (+ અન્ય)
૧૯૪૨ પોયણી – પંડ્યા હરિલાલ ગો.
૧૯૪૪ બાપુ અને બીજાં ગીતો – પંડ્યા ભાનુભાઈ
૧૯૪૪ બાલરંજના – પાઠકજી જમયનગૌરી
૧૯૪૪ છબછબિયાં – વ્યાસ અવિનાશ
૧૯૪૪ આસપાસ  ભૂલકાં – પાઠકજી જયમનગૌરી
૧૯૪૫ રસપોળી – અરાલવાળા રમણિક
૧૯૪૫ મેળો – ઠાકુર મુરલીધર, ‘મુરલી ઠાકુર’
૧૯૪૬ પતંગિયા રંગરંગી – દેસાઈ નટવરલાલ
૧૯૪૬ આસપાસ  ગીતગુુચ્છ – ઓઝા જયંતીલાલ
૧૯૪૮ દૂધપૌંઆ – દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છરામ
૧૯૪૯ દાડમડી – પંડ્યા હરિલાલ
૧૯૪૯ થા થા થૈયા – જોશી જીવરામ
૧૯૫૦ ગુંજન – શાહ મોહનલાલ ભોગીલાલ
૧૯૫૦ દાદાજીનાં ઉખાણાં – (સંપા.) સંપટ ડુંગરશી ધરમશી
૧૯૫૦ ગાંધીકથા ગીતો – ભટ્ટ ચિમનલાલ પ્રા.
૧૯૫૦ આસપાસ  સૂરજમુખી – પંડ્યા હરિલાલ
૧૯૫૦ આસપાસ  રંગ રંગ જોડકણાં – પટેલ અંબાલાલ જી.
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૨ નેવલે પાણી – પંડ્યા શાંતિકુમાર
૧૯૫૨ બાલરંજન – ભટ્ટ બાલકૃષ્ણ
૧૯૫૩ મોરપિચ્છ – પાઠક રવિશંકર
૧૯૫૩ ધાણીચણા – ભાવસાર સોમાભાઈ
૧૯૫૪ સૂરજ બોલાવે – ભટ્ટ મોહનલાલ દલસુખરામ
૧૯૫૪ ભોઠુકાકા – શ્રોફ રેખા
૧૯૫૪ કૂકડે કૂક – ઠાકોર રવીન્દ્ર
૧૯૫૪ એન ઘેન દીવા ઘેન – મહેતા શિરીષ હ.
૧૯૫૫ ઝરણાં – ઠક્કર મોહનલાલ
૧૯૫૫ મેહુલિયો – દવે જયંતીલાલ તુલસીરામ
૧૯૫૫ ઝબૂક વીજળી ઝબૂક – દવે મકરંદ
૧૯૫૫ ઝરણાં – ઠક્કર મોહન
૧૯૫૫ તારલિયા – જમોડ શામજીભાઈ, જમોડ તારાબહેન
૧૯૫૬ ભૂલકાંનાં ગીત – પંડ્યા મૂળદેવ
૧૯૫૬ કૂદો ખેલો – માસ્તર ધર્મેન્દ્ર ‘મધુરમ્‌’
૧૯૫૬ ગાંધીજીનાં ઉખાણાં – સોની રમણલાલ પી.
૧૯૫૬ દશ હતા ઉંદર – સોની રમણલાલ પી.
૧૯૫૬ પશુનો કક્કો – સોની રમણલાલ પી.
૧૯૫૬ ‘ક’ની કથા – સોની રમણલાલ પી.
૧૯૫૬ રસપોળી – અરાલવાળા રમણીક
૧૯૫૭ ડોલે છે મંજરી – શુક્લ દુર્ગેશ
૧૯૫૮ મારાં ગીતો – જોશી ઇન્દુકુમાર
૧૯૫૮ ગીતવાટિકા – દવે મયાશંકર
૧૯૫૮ ગીતનિર્ઝર – (સંપા.) વ્યાસ ભીખુ, શાહ બાબુ, પંડ્યા કુલીન
૧૯૫૮ કાશીનો પંડિત અને બીજાં બાલકાવ્યો – સોની રમણલાલ પી.
૧૯૫૮ ફરફર – શાહ ધનંજય
૧૯૫૯ સોનચંપો – દવે બાલમુકુન્દ
૧૯૫૯ તારલિયા – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૫૯ પંખીડાં (બાલવાડી માટે) – (સંપા.) દવે જુગતરામ
૧૯૬૦ સુહાસ – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’
૧૯૬૦ ચાંદા ચાંદા પોળી – જોધાણી વસંત (+ અન્ય)
૧૯૬૦ મોરપિચ્છ – શાહ રાજેન્દ્ર
૧૯૬૦ ગીત અમે તો ગાવાના – રાવળ લાભશંકર
૧૯૬૦ બાળગીતો : ભા. ૧, ૨,૩ – (સંપા.) ભાવસાર સોમાભાઈ
૧૯૬૦ હાથરસનો હાથી – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૬૦ બાલબંસરી – દલવાડી પૂજાલાલ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ ખટદર્શન – ઓઝા વ્રજલાલ
૧૯૬૧ ટહુકાર – જોશી મહેન્દ્રકુમાર બી.
૧૯૬૧ ઈટ્ટાકિટ્ટા – દલાલ સુરેશ
૧૯૬૧ ગીતકલરવ – પારેખ ઈન્દુકુમાર
૧૯૬૧ સુર વણઝાર – પારેખ ઈન્દુકુમાર
૧૯૬૧ મોતીનો દાણો – ભટ્ટ મોહનલાલ દલસુખરામ
૧૯૬૧ ચગડોળ – ભાવસાર સોમાભાઈ
૧૯૬૧ ટહુકાર – જોશી મહેન્દ્રકુમાર
૧૯૬૨ અલી વાદળી અને બીજાં બાળગીતો – જોશી મહીપતરામ
૧૯૬૨ કલરવ – દાણી નિર્મળા
૧૯૬૨ કાકા કડકડાટ – મહેતા વસુમતી
૧૯૬૨ ઝણકાર – મહેતા વસુમતી
૧૯૬૨ રણકાર – મહેતા વસુમતી
૧૯૬૨ મેહુલિયો – દવે જયંતીલાલ
૧૯૬૨, ૬૩ કવિતાસંગ્રહ [જૂની વાચનમાળા] ભાગ ૧, ૨ – (સંપા.) વિદ્યાવિલાસી
૧૯૬૩ સબરસ-ગીતસંગ્રહ – ઉપાધ્યાય મનુભાઈ
૧૯૬૩ ગીત અમે તો ગાશું – જોશી ઇન્દુકુમાર
૧૯૬૩ સરગમ – જોશી મહેન્દ્રકુમાર બી.
૧૯૬૩ ધીંગામસ્તી – દલાલ સુરેશ
૧૯૬૩ આગિયા ઝબૂકિયા – બૂચ હસિત
૧૯૬૪ બાલકુસુમોદ્યાન – ઓઝા વ્રજલાલ
૧૯૬૪ ઝાકળિયાં – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૬૪ અલકચલાણું – દલાલ સુરેશ
૧૯૬૪ બાળકલ્લોલો – દાણી જમુભાઈ
૧૯૬૪ ગમતાં ગીતો – દાણી જમુભાઈ
૧૯૬૪ સાજા રહીશું – ધોળકિયા પ્રભુલાલ
૧૯૬૪-૬૬ ગમતાં ગીતો : ૧, ૨, ૩ – (સંપા.) લીના મંગળદાસ
૧૯૬૫ અલ્લક દલ્લક – દવે બાલમુકુન્દ
૧૯૬૫ આગિયા ઝબૂકિયા – બૂચ હસિત
૧૯૬૬ બાલમુકુન્દ [મ.] – જોશીપુરા શંભુપ્રસાદ, ‘કુસુમાકર’
૧૯૬૬ બાળ ઊર્મિકાવ્યો – દવે જનક
૧૯૬૬ ખીલતી કળિયો – દાણી જમુભાઈ
૧૯૬૬ ગાવ રે ગીત – સિન્ધવ ગણેશ ‘બાદલ’
૧૯૬૭ કૂજન – માસ્તર ધર્મેન્દ્ર ‘મધુરમ્‌’
૧૯૬૮ કલગીત – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૬૯ છૂક છૂક છૂક – મુનશી અવિનાશ
૧૯૬૯ સાકર શેરડી ખજૂર – ઠાકોર રવીન્દ્ર
૧૯૬૯ ફૂલવાડી – સરકાર નિરંજન
૧૯૬૯ નવાં ગીતો ભાગ : ૩ – વ્યાસ ત્રિભુવન
૧૯૭૦ છબછબિયાં – રાવળ ઉપેન્દ્ર
૧૯૭૦ મેના પોપટ – તન્ના અનિરુદ્ધ
૧૯૭૦ ગીતગાડી – જોશી મહેન્દ્રકુમાર
૧૯૭૦ આસપાસ  ટહુકાર – પંડ્યા હર્ષવંત
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ ઈન્દુ – જોશી મહીપતરામ
૧૯૭૧ કાજુ પિસ્તા બદામ – ઝવેરી સુશીલા
૧૯૭૧ ટિંગાટોળી – દલાલ સુરેશ
૧૯૭૧ છુક છુક ગાડી – મોદી મૂળચંદ
૧૯૭૧ મોતીડાં – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૭૧ સરળ ગીતમાળા – (સંપા.) પટેલ હસમુખ જશવંતલાલ
૧૯૭૨ નાના થૈને રે – મેઘાણી ઝવેરચંદ
૧૯૭૩ ઝરમરિયાં – દવે બાલમુકુન્દ
૧૯૭૩ ચકુબકુ – શુક્લ જયંત
૧૯૭૩ રોજ સવારે – મહેતા દીપક પ્રતાપરાય
૧૯૭૩ ઝાંઝર ઝલ્લક – ઠાકોર પિનાકિન્‌
૧૯૭૩ રમઝટ – જોશી મહેન્દ્ર બી.
૧૯૭૩ મિત્રાનાં જોડકણાં – પટેલ ધીરુબહેન
૧૯૭૪ તૈયાર હો – નાયક વસંતભાઈ
૧૯૭૪ કાલી બોલી – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૭૪ બહુરંગી પંખીડાં – તપોધન નારાયણ
૧૯૭૪ ફોરાં – પંડ્યા ઈશ્વરલાલ
૧૯૭૫ ટિક્‌ ટિક્‌ – દવે રામપ્રસાદ
૧૯૭૫ કસબીઓનાં કાવ્યો – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૭૫* ફૂલડાં – પંડ્યા ઈશ્વરલાલ
૧૯૭૫* પગની હોડી હાથ હલેસાં – દલાલ સુરેશ
૧૯૭૬ ગમતાં ગાઈં ગીત – વસાણી દલપત ‘શોભન’
૧૯૭૬ છીપલાં – વાળંદ નરોત્તમ
૧૯૭૬ પપ્પાનો થપ્પો – સિન્ધવ ગણેશ ‘બાદલ’
૧૯૭૬ છીપલાં – વાળંદ નરોત્તમ
૧૯૭૬ વરતસંગ્રહ – (સંપા.) બધેકા ગિજુભાઈ, તારાબહેન
૧૯૭૬ રમત જોડકણાં – (સંપા.) બધેકા ગિજુભાઈ, તારાબહેન
૧૯૭૬ ઝરમર – કાનૅટકર સુષમા
૧૯૭૬ ગીત સેના – જોશી મહેન્દ્ર બી.
૧૯૭૬ સોણલાં – ઠાકર સુરેન ‘મેહુલ’
૧૯૭૬ ચાલો ફળવાડીમાં – તપોધન નારાયણ
૧૯૭૭ છાકમ છલ્લો – દલાલ સુરેશ
૧૯૭૭ ચાલો સરકસ જોવા – તપોધન નારાયણ
૧૯૭૭ ટહુકો – મજમુદાર સુરેશા
૧૯૭૭ ગીત લેજો રે ગીત – સિંધવ ગણેશ, બાદલ
૧૯૭૮ ઢિસુમ ઢિસુમ – દલાલ સુરેશ
૧૯૭૮ જોડ વગરનાં જોડકણાં – નાયક હરીશ
૧૯૭૮ રંગ બોલકણાં – તપોધન નારાયણ
૧૯૭૮ સફાઈ કક્કો – તપોધન નારાયણ
૧૯૭૯ રખડપટ્ટી – ગંધા મગનલાલ
૧૯૭૯ પુષ્પાંજલિ – જોશી કરુણાશંકર
૧૯૭૯ કિશોરકાવ્યો – દલવાડી પૂજાલાલ
૧૯૭૯ કિશોરકુંજ – દલવાડી પૂજાલાલ
૧૯૭૯ કિશોકાનન – દલવાડી પૂજાલાલ
૧૯૭૯ કિશોરકેસરી – દલવાડી પૂજાલાલ
૧૯૭૯ ફૂલ, તારા ને ઝરણાં – પંડ્યા ભાનુભાઈ
૧૯૭૯ ચઢપડ – પંડ્યા મૂળદેવ
૧૯૭૯ હાઉક – પારેખ રમેશ
૧૯૭૯ તોફાન – મેકવાન યોસેફ
૧૯૭૯ મોરપીંછ – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૭૯ રમણ સોનીનાં બાળકાવ્યો [સમગ્ર] – સોની રમણલાલ
૧૯૭૯ રમણ સોનીનાં બાળજોડકણાં [સમગ્ર] – સોની રમણલાલ
૧૯૭૯ છબછબિયાં – પઠાણ ઉસ્માન
૧૯૭૯ ફૂલ, તારા ને ઝરણાં – પંડ્યા ભાનુભાઈ
૧૯૭૯ ચઢપડ – પંડ્યા મૂળદેવ
૧૯૮૦ બાલગુર્જરી – દલવાડી પૂજાલાલ
૧૯૮૦ બિન્દાસ – દલાલ સુરેશ
૧૯૮૦ માણું મીઠું – દવે રક્ષાબહેન
૧૯૮૦ તરાપો – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૦ ઉજાણી – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૦ સરવરિયાં – પારેખ અમૃતલાલ
૧૯૮૦ ચીં – પારેખ રમેશ
૧૯૮૦ ચાંદલિયાની ગાડી – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૦ બખડજંતર – દલાલ સુરેશ
૧૯૮૦ રુમ્મકઝુમ્મક – ઠાકોર રવીન્દ્ર
૧૯૮૦ માણું મીઠું – દવે રક્ષા પ્ર.
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ ગપ્પાં ગાડી – દેસાઈ સુધીર
૧૯૮૧ કોઈનું કંઈ ખોવાય છે – પાઠક હરિકૃષ્ણ
૧૯૮૧ એનઘેન દીવાઘેન – રાઠોડ ધીરેન્દ્રસિંહ
૧૯૮૧ બુદ્ધિવર્ધક ઉખાણાં – (સંપા.) બારાઈ ચારુલતા
૧૯૮૧ મામાનું ઘર કેટલે ? – (સંપા.) કવિ ભવાનીશંકર ન.
૧૯૮૧ ધન્ના ધતૂડીફતૂડી – બારાઈ ચારુલતા
૧૯૮૨ ધીન ્‌ધીન્‌ – દવે રક્ષાબહેન
૧૯૮૨ ડિંગડોંગ ડિંગડોંગ – મેકવાન યોસેફ
૧૯૮૨ ઈન મીન તીન – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૮૨ મઘમઘાટ – કડિયા કાન્તિ
૧૯૮૨ ઉખાણાં – (સંપા.) જોશી ચંદ્રશંકર ગૌ.
૧૯૮૨ ચાલો ગાઈએ : ભાગ ૧, ૨, ૩ – તપોધન નારાયણ
૧૯૮૩ રમતાં રમતાં રાત પડી – ક્લાર્ક ફિલિપ
૧૯૮૩ ઝગમગિયાં – પારેખ અમૃતલાલ
૧૯૮૩ અમારાં ગીત – મુનશી અવિનાશ
૧૯૮૩ અલ્લકદલ્લક – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૮૩ કલરવ – કડિયા કાન્તિ
૧૯૮૩ અંકુર બાળજોડકણાં – પટેલ સોમભાઈ વી.
૧૯૮૩ આજની ઘડી રળિયામણી – શાહ પુષ્પાબહેન
૧૯૮૩ દૂધના દાણા – મહેતા ચંદ્રવદન
૧૯૮૩ જાનીવાલીપીનારા – દવે રક્ષા પ્ર.
૧૯૮૪ પગલી – જોશી ઉમેશ
૧૯૮૪ કિલકિલ – પુરોહિત કિરીટકુમાર
૧૯૮૪ આંબે આવ્યા મોર – શાહ રાજેન્દ્ર
૧૯૮૪ સટરપટર જોડકણાં – સોની રમણલાલ પી.
૧૯૮૫ તારી મારી દોસ્તી – પારેખ ધનસુખલાલ
૧૯૮૫ અમે કુુસુમડાં – પરીખ કાન્તિલાલ
૧૯૮૫ હોંકારો – લુહાર કરસનદાસ ‘નિરંકુશ’
૧૯૮૬ ભૂસકાની ઉજાણી – મહેતા ધીરેન્દ્ર
૧૯૮૬ ધમાચકડી – રામૈયા નીતા
૧૯૮૬ પલકારા – ઉપાધ્યાય મનસુખલાલ ‘પ્રવીણ ઉપાધ્યાય’
૧૯૮૬ દિવાળીથી દેવદિવાળી – ચૌધરી રઘુવીર
૧૯૮૬, ૮૭ કાવ્યકુંજ : ૧, ૨ – દવે મકરંદ
૧૯૮૭ ગાજવીજ – જોશી મહીપતરામ
૧૯૮૭ અડકો દડકો – પટેલ રમેશ
૧૯૮૭ કેવી મજા ભૈ કેવી મજા – પારેખ ધનસુખલાલ
૧૯૮૭ પચરંગી પાત્રો – તપોધન નારાયણ
૧૯૮૮ તલ્લક છાંયો – પટેલ નટવરલાલ
૧૯૮૮ ડમ ડમ ડીગા ડીગા – પારેખ ધનસુખલાલ
૧૯૮૮ મધુકોષ – શાહ પુષ્પાબહેન
૧૯૮૮ ધૂપસળી – સિંઘવ ગણેશ
૧૯૮૮ રંગરંગનાં ગીતો : વિભાગ ૧ થી ૭ – (સંપા.) વ્યાસ ભાનુબહેન
૧૯૮૮ આવર્તન – વ્યાસ ત્રિભુવન
૧૯૮૮ તબડક તબડક – દવે રક્ષાબહેન
૧૯૮૮ આપણી ટોળી : ૧, ૨ – દવે મકરંદ
૧૯૮૯ રીમઝીમ રીમઝીમ – ક્લાર્ક ફિલિપ
૧૯૮૯ અક્ષરની આગગાડી – ઝવેરી સુશીલા
૧૯૮૯ ઝરમર-ઝરમર – ત્રિવેદી મહેન્દ્ર
૧૯૮૯ હૈયું મારું ખોલું – મંડલી પોપટલાલ
૧૯૮૯ રુમઝુમ – શાહ રાજેન્દ્ર
૧૯૮૯ ઝુમખડાં – પટેલ માણેકલાલ
૧૯૮૯ રીમઝીમ રીમઝીમ – ક્લાર્ક ફિલિપ
૧૯૯૦ બાળ ઉખાણાં અને જોડકણાંનું તોરણ – ઉપાધ્યાય મનસુખલાલ‘પ્રવીણ ઉપાધ્યાય’
૧૯૯૦ ઋતુગીતો – મુનશી અબ્દુલરશીદ
૧૯૯૦ કલરવ – મેકવાન યોસેફ
૧૯૯૦ ટીચકુભાઈ અને બીજાં કાવ્યો – વૈદ્ય મંગેશ
૧૯૯૦ હું ગુર્જર ભારતવાસી – (સંપા.) ચૌધરી માધવ
૧૯૯૦ જલપરી – ભાવસાર મોહનભાઈ ‘દીનબંધુ’
૧૯૯૦ ઝબૂક ઝબૂક – ત્રિવેદી મહેન્દ્ર
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ નાચો કૂદો ગાઓ – પારેખ ધનસુખલાલ
૧૯૯૧ પારેવડાં – ઉપાધ્યાય મનસુખલાલ ‘પ્રવીણ ઉપાધ્યાય’
૧૯૯૧ મેઘધનુષ – ગોહિલ દામુ
૧૯૯૧ પારેવડાં – ઉપાધ્યાય પ્રવીણ
૧૯૯૧ ધમાચકડી – પરમાર બલદેવ
૧૯૯૨ હાક છીં હિપ્પો – ઠક્કર ઉદયન
૧૯૯૨ વિજ્ઞાનકાવ્યો – ઠક્કર જતીન
૧૯૯૨ એક બિલાડી જાડી – પટેલ નટવરલાલ
૧૯૯૨ ભમરડો – પટેલ રમેશચંદ્ર
૧૯૯૨ ગીત ગાતું ઝરણું – પારેખ ધનસુખલાલ
૧૯૯૨ છુકછુક ગાડી ગીતોની – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૯૨ મનગમતાં બાળકાવ્યો : ભાગ ૧, ૨ – (સંપા.) પંડ્યા ભાનુભાઈ
૧૯૯૨ ગીતગુંજન – દવે જનક
૧૯૯૨ ટીમ ટીમ તારા – ઠક્કર ચંદ્રકાન્ત ‘મેહ’
૧૯૯૨ હાક છીં હિપ્પો – ઠક્કર ઉદયન
૧૯૯૨ લીંબોળી લચકાલોળ – ત્રિવેદી પુરુષોત્તમ
૧૯૯૩ જોડકણાંની મજા મજા – પટેલ નટવરલાલ
૧૯૯૩ બાલુડાં – પટેલ મણિલાલ ‘જગતમિત્ર’
૧૯૯૩ જંતરમંતર – મુનશી અબ્દુલરશીદ
૧૯૯૩ પલપલિયાં – ક્લાર્ક ફિલિપ
૧૯૯૪ મીની માસી ગયાં કાશી – ઉપાધ્યાય મનસુખલાલ ‘પ્રવીણ ઉપાધ્યાય’
૧૯૯૪ ગીત ગુંજન – દવે જનક
૧૯૯૫ લક્ષ્મણ જેવો ભાઈ અને બીજાં કાવ્યો – ભટ્ટ પ્રેમશંકર નરભેશંકર
૧૯૯૫ પોં પોંનું પડઘમ – ઝવેરી સુશીલા
૧૯૯૫ રંગીન છીપલાં – ઝવેરી સુશીલા
૧૯૯૫ તલાવડાં – પટેલ માણેકલાલ
૧૯૯૫ નાની મારી આંખ : ભા. ૧ – શાહ પુષ્પાબહેન
૧૯૯૫ અમોને મળી પવનની પાંખ – શાહ રાજેન્દ્ર
૧૯૯૬ ફરફરિયું – દોશી પ્રભુલાલ
૧૯૯૭ ઝાંઝરી પહેરો ચકીબેન – આલ દૂદાભાઈ ‘દાદુ રબારી’
૧૯૯૭ વન્દે માતરમ્‌ – મુનશી અબ્દુલરશીદ
૧૯૯૭ ઝમકે ચમકે – ક્લાર્ક ફિલિપ
૧૯૯૮ સૂરજ આંખો ખોલે રે – ત્રિવેદી રમેશ શિ.
૧૯૯૮ ગોકળીનાં બાલગીતો – દેસાઈ નાગજીભાઈ
૧૯૯૮ પાંદડે પોઢ્યાં પતંગિયા – પારેખ ધનસુખલાલ
૧૯૯૮ ડિંગ ડોંગ-ડિંગ ડોંગ [બી. આ.] – મેકવાન યોસેફ
૧૯૯૮ ખિલ ખિલ ખિલ ટુરુક ટુરુક – રામૈયા નીતા
૧૯૯૮ રેલગાડી આવી – શાહ પુષ્પાબહેન
૧૯૯૯ આભે ઊડે પંખી – ગાંધી વિનોદ
૧૯૯૯ પુષ્પો ખીલ્યા પર્ણે પર્ણે – ત્રિવેદી બિપિનચંદ્ર
૧૯૯૯ પા... પા... પગલી – પટેલ રમેશચંદ્ર
૧૯૯૯ બિન્દુનાં સુંદર પર્યાવરણનાં ગીતો – પરમાર બળવંતસિંહ ‘બિન્દુ’
૧૯૯૯ બિન્દુનાં સુંદર અભિનય અને શૌર્યગીતો – પરમાર બળવંતસિંહ
‘બિન્દુ’
૧૯૯૯ તોફાન[બી. આ.] – મેકવાન યોસેફ
૧૯૯૯ છબ છબ પતંગિયું નહાય – સોસા કિસન
૨૦૦૦ ઝરમર ઝરમર – પટેલ દક્ષાબહેન
૨૦૦૦ ગમતાં ગીતો અને બાલવાતો – પરમાર બળવંતસિંહ ‘બિન્દુ’
૨૦૦૦ અચકો મચકો કારેલી – મહેતા હરીશકુમાર ‘સોલિડ મહેતા’
૨૦૦૦ મેઘધનુષ પર જાવું છે – શાહ હેમેન
૨૦૦૦ ઉંદરભાઈને આંખો આવી – વીજળીવાળા આઈ. કે.

બાળવાર્તા

૧૮૪૧-૧૮૫૦
૧૮૫૦ આસપાસ  સારસંગ્રહ – ઝવેરી રણછોડદાસ
૧૮૫૦ આસપાસ  નીતિબોધકથા – ઝવેરી રણછોડદાસ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૫ ઠગસેન રાજકુંવરની અદ્‌ભુત ને ચમત્કારિક વાર્તાઓ – કાર્લેકર નારાયણ (+ કાર્લેકર હરિશ્ચંદ્ર ગો.)
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ બીરબલ અને બાદશાહ : ભા. ૧-૧૮ – કુન્તનપુરી પ્રાગજી
૧૯૧૪ પાંચ વાર્તા – દીવાન મગનલાલ
૧૯૧૫ પર ધન મિટ્ટી સમાન – મહેતા વીરબલ
૧૯૧૬ હિંદનાં બાળકો – ભટ્ટ દલપતરામ
૧૯૧૯ જાદુઈ બાગ : ભા. ૧ – ભટ્ટ કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર
૧૯૨૦ કળજુગનાં કૌતક – ઠક્કર જીવરાજ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ અલાદીન તેનો દેવતાઈ દીવો – ઠાકોર બાબુરાવ
૧૯૨૧-૨૩-૨૪-૨૫ ટચુકડી સો વાતોઃ ભા. ૧ થી ૫ – કાંટાવાળા હરગોવિંદદાસ
૧૯૨૪ ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૨૪ સુબોધક વાર્તાસંગ્રહ – વ્યાસ પ્રભુશંકર
૧૯૨૪, ૧૯૩૩ હિન્દુધર્મની આખ્યાયિકાઓ : ૧, ૨ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૨૫ અક્કલનો ઓથમીર : ભા.૨ થી ૪(ત્રીજી આ.) – દેસાઈ અંબેલાલ સ.
૧૯૨૫ બાળકની વાતો : ભાગ ૧, ૨ – વ્યાસ ભીખાભાઈ
૧૯૨૫ સો ટચની વાતો – મહેતા કૌશિકરામ
૧૯૨૬ સિંહાસન બત્રીસીની વાતો : ભા. ૧, ૨ – દેસાઈ કેશવપ્રસાદ
૧૯૨૬ બાળકોનો મિત્ર – પંડ્યા દેવશંકર
૧૯૨૬, ૧૯૨૯ બાલવાર્તાવલિ : ભા. ૧,૨ – મહેતા હંસાબેન
૧૯૨૭ શિયાળ અને સસલું – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૨૭ ચાર બાલસંવાદો – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૭ બાલમિત્રની વાતો – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૭ દાદાજીની વાતો – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૭ બાળકોનાં રમકડાં – મોડક તારાબહેન
૧૯૨૭, ૨૯ કિશોરકથાઓ : ભા. ૧, ૨ – બધેકા ગિજુભાઈ
૧૯૨૮ દાદીમાની વાતો – કાનુગા હંસાબહેન
૧૯૨૮ જાતક કથાઓ : ભા. ૧, ૨ – ત્રિવેદી હરભાઈ
૧૯૨૮ દેવકથાઓ – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૮ સિન્દબાદ શેઠ – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૮ બાલમિત્રની વાર્તા – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૨૮ કેમ કથાઓ – શાહ હિંમતલાલ ચુનીલાલ
૧૯૨૯ મોજડીનાં મૂલ્ય – ઠાકર ઉમિયાશંકર
૧૯૨૯ ભયનો ભેદ – ત્રિવેદી હરભાઈ
૧૯૨૯ બાવલાનાં પરાક્રમો – મહેતા હંસાબેન
૧૯૨૯ બાળવાર્તાની વેણીઓ – મોડક તારાબહેન
૧૯૨૯ મંગેશનો પોપટ – મોડક તારાબહેન
૧૯૨૯ છાણાં થાપી આવ્યાં – મોડક તારાબહેન
૧૯૨૯, ૩૦ રૂપકથા : ભા. ૧, ૨ – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૨૯, ૩૩ રખડુ ટોળી : ભા. ૧, ૨ – બધેકા ગિજુભાઈ
૧૯૨૯-૧૯૩૪ મહાભારતનાં પાત્રો (૧૩ પુસ્તિકાઓ) – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૩૦ લાકડાના પોપટ – ઠાકર ઉમિયાશંકર
૧૯૩૦ પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમો – પટેલ નાગરદાસ
૧૯૩૦ પરીઓનો પ્રદેશ – પટેલ નાગરદાસ (+ અન્ય)
૧૯૩૦ બાલવિનોદ – પટેલ નાગરદાસ (+ અન્ય)
૧૯૩૦ રતનીઓ – પટેલ નાગરદાસ
૧૯૩૦ જયન્તની સાહસકથાઓ – પટેલ નાગરદાસ
૧૯૩૦ ભોળી જમના – ભટ્ટ ઈન્દુપ્રસાદ (+ ઠાકર મણિલાલ)
૧૯૩૦ વાત બહેનાં – ભટ્ટ ઈન્દુપ્રસાદ (+ ઠાકર મણિલાલ)
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ દાંગવની ઘોડી – ઠાકર ઉમિયાશંકર
૧૯૩૧ છૂટાં ફૂલ – દવે હીરાલાલ
૧૯૩૨ ખાટી મીઠી બાળવાતો – જોધાણી મનુભાઈ
૧૯૩૨ આકાશી ચાંચિયો – જોધાણી મનુભાઈ
૧૯૩૨ કીર્તિકથાઓ – ઠાકર ઉમિયાશંકર
૧૯૩૨ ધન્ય એ ટેક – દેસાઈ કેશવલાલ
૧૯૩૨ વીર વનરાજ – દેસાઈ કેશવલાલ
૧૯૩૨ બાળવાર્તા – વૈષ્ણવ ગંગાશંકર
૧૯૩૨ ચબૂતરો – સોની રમણલાલ
૧૯૩૨ ઢેડનો બાળક – વકીલ જહાંગીર
૧૯૩૩ શૂરવીર સિદ્ધરાજ – ચૌધરી જેઠાલાલ
૧૯૩૩ બાપુજીની અને બીજી વાતો – ઠાકોર કપિલા
૧૯૩૩ વેરાયેલાં ફૂલ – ઠાકોર કપિલા
૧૯૩૩ ધૂપદીપ – દવે હીરાલાલ
૧૯૩૩ સુંદર બાલવાતો : ભા. ૧ થી ૩ – (સંપા.) દાણી જમુભાઈ (+ અન્ય)
૧૯૩૩ અડવો – દેસાઈ અંબેલાલ સ.
૧૯૩૩ ચતુર કરોળિયો – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૩૩ આપણા મહારાજા – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૩૩ ક્રિસ્ટોફર કોલમ્બસ – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૩૩ રખડુ ટોળી : ભા. ૨ – બધેકા ગિજુભાઈ
૧૯૩૩ હિંદુધર્મની આખ્યાયિકાઓ : ભા.૨ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૩૪ જંગલમાં રખડતાં – ઠાકોર કપિલા
૧૯૩૪ બાળકોની રમતો – દલાલ રતિલાલ
૧૯૩૪ બલિરાજા – દેસાઈ કાલિપ્રસાદ
૧૯૩૪ ચાંદાપોળી : ભા. ૧ થી ૩ – નાયક વસંતભાઈ
૧૯૩૪ ઈસપનાં પાત્રો - ગધેડાં – બધેકા ગિજુભાઈ
૧૯૩૪ પ્રાણીવર્ણન – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૩૪ મણિયો – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૩૪ વનરાજ – શાહ કેશવલાલ લ.
૧૯૩૪ વનફૂલ – શાહ હિંમતલાલ
૧૯૩૪ બગલી રાણી – બધેકા મોંઘીબહેન
૧૯૩૪ મહાભારતનાં પાત્રો : પુ. ૧૩ (છેલ્લું) – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’ [૧ : ૧૯૨૯]
૧૯૩૪-૧૯૪૪ રામાયણનાં પાત્રો (૬ પુસ્તિકાઓ) – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૩૫ પૂંછડિયાના પ્રદેશમાં – સોની રમણલાલ
૧૯૩૫ રણમલનાં પરાક્રમો – ઝવેરી લક્ષ્મીચંદ
૧૯૩૫ આપણાં મિત્રો – ઠાકોર કપિલા
૧૯૩૫ ફૂલદાની : ભા. ૧ થી ૩ – નાયક વસંતભાઈ
૧૯૩૫ લલ્લુ, બલ્લુ અને કલ્લુ – નાયક વસંતભાઈ
૧૯૩૫ ઘેલુના ઘોડા – નાયક વસંતભાઈ
૧૯૩૫ મુરબ્બા ચોર – નાયક વસંતભાઈ
૧૯૩૫ વાંદરાની સિતાર – નાયક વસંતભાઈ
૧૯૩૫ ઈસપની કથા – બધેકા ગિજુભાઈ
૧૯૩૫ શિશુકથા – સોની રમણલાલ
૧૯૩૫ આસપાસ  ટોમકાકા – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  આલાખાચર – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  છ મૂર્ખાઓ – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  આપણા પૂર્વજો – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  ભૂતેરગલ્પ (અનુવાદ?) – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  બાળરામાયણ – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  તક્‌ તક્‌ તરર્‌ – બધેકા મોંઘીબહેન
૧૯૩૫ આસપાસ  ડહાપણની વાર્તા – બધેકા મોંઘીબહેન
૧૯૩૫, ૩૬ ફળકથા : ભા. ૧ થી ૩ – દલાલ રતિલાલ
૧૯૩૬ કલ્પવૃક્ષ – ઠાકર ઉમિયાશંકર
૧૯૩૬ ચ્યવન – દેસાઈ જ્યવતી ગોવિંદજી
૧૯૩૬ છાશવાળી અને બીજી વાતો – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૩૬ બાલભારત – પંડ્યા મંજુદેવી
૧૯૩૬ અક્કલકથાઓ – જોશી જીવરામ
૧૯૩૬ આસપાસ  ગબો ગાંધી – દલાલ રતિલાલ
૧૯૩૭ ફૂલગજરી – જોશી ઉમિયાશંકર
૧૯૩૭ ગુરુને કાજે – ઠાકર ઉમિયાશંકર
૧૯૩૭ શું શીખ્યા? – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૩૭ ભીષ્મ – મજમુદાર વિક્રમરાય
૧૯૩૭, ૩૮ ગિરીશભાઈની વાર્તાઓ : ભા. ૧, ૨ – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૩૮ તંત્રકથા – દેસાઈ વાલજી ગોવિંદજી
૧૯૩૮ મકનિયો – પંડ્યા ભાનુભાઈ
૧૯૩૮ વાર્તાલહરી – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૩૮ ગલૂડિયાં – શાહ કેશવલાલ લ.
૧૯૩૯ કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ – જોધાણી મનુભાઈ
૧૯૩૯ સાચી વાતો – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૪૦ નાચનિયા – કુરેશી ઉમરભાઈ
૧૯૪૦ દુલારી – પટેલ સુમતિ
૧૯૪૦ તુલસીનાં પાન – મહેતા લાભુબહેન
૧૯૪૦ આસપાસ  બાલભાગવત – પંડ્યા મંજુદેવી + બાલ રામાયણ
૧૯૪૦ આસપાસ  અટકચાળાં વાંદરાં – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૦ આસપાસ  રસમય કહાણીઓ – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૦ આસપાસ  બાળકોનું રામાયણ – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૦ આસપાસ  બાળકોનું મહાભારત – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૦ આસપાસ  શૅક્સપિઅરનાં કથાનકો : ભા. ૧ થી ૪ – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ અભયકુમારની કથાઓ -૨ – અભયકુમાર
૧૯૪૧ ત્રણ ઠગ – ત્રિવેદી શિવપ્રસાદ
૧૯૪૧ સુરભિ – ત્રિવેદી શિવપ્રસાદ
૧૯૪૧ અમીઝરણાં – દેસાઈ કસનજી
૧૯૪૧ કેસૂડાં – બારોટ ગુલાબસિંહ
૧૯૪૧ પંચતંત્રની વાર્તાઓ : ૧, ૨ – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૪૧ ઉંદરમામા – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૪૨ પંચામૃત – જોશી ભાનુશંકર
૧૯૪૨ હીરાકણી – જોશી ભાનુશંકર
૧૯૪૨ ભારતકથાઓ – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૪૨ એક હતો રાજા : ભા. ૧, ૨ – પરમાલ
૧૯૪૨ સિંહાસનબત્રીસી – સોની રમણલાલ
૧૯૪૩ શાણો શિયાળ – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’
૧૯૪૩ જગતના ઇતિહાસની વીરકથાઓ – સોની રમણલાલ
૧૯૪૪ ચોખવટથી વાત કરજો : ભા. ૧, ૨, ૩ – ઠાકોર દિનેશ
૧૯૪૪ આફ્રિકાની સફર – બધેકા ગિજુભાઈ
૧૯૪૪ વિક્રમની વાતો – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૪૪ બુદ્ધિ-વિલાસ – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૪૪ રામાયણનાં પાત્રો : પુ.૬(છેલ્લું) – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૪૪ લંબોદર શર્મા – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૪૫ નકીબ – કુરેશી ઉમરભાઈ
૧૯૪૫ ધરતીનો બાળમેળો – ઠાકર ભરતકુમાર (અંગ્રેજી, મેરીબેયન)
૧૯૪૫ ભાગવત કથાઓ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૪૫ રંગ છે બારોટ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૫ પરીકથાઓ – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૫* બટુકવાર્તાઓ : ભા. ૧, ૨ – ગોગટે વિનાયક
૧૯૪૬ જંગલનો રાજા – ત્રિવેદી મગનલાલ ‘મયૂર’
૧૯૪૬ સુંદર બાળવાર્તા (બી. આ.) – પટેલ સોમાભાઈ કિસાભાઈ
૧૯૪૬ મહાકવિ કાલિદાસની બાલવાતો – રાવળ પ્રકાશમ્‌
૧૯૪૬ બીરબલની ચિત્રમય બાલવાતો – રાવળ પ્રકાશમ્‌
૧૯૪૬ ખાનખાનાન – વ્યાસ ત્રિભુવન
૧૯૪૬ શિશુસંસ્કારમાળા – સોની રમણલાલ
૧૯૪૬ રામાયણ કથામંગલ – સોની રમણલાલ
૧૯૪૬ ઉપનિષદ કથામંગલ – સોની રમણલાલ
૧૯૪૬ અરેબિયન નાઈટ્‌સની વાતો – સોની રમણલાલ
૧૯૪૬ મીયાં ફૂસકી(ભાગ ૧-૩૦) – જોશી જીવરામ
૧૯૪૭ અબુ હસન – ચોક્સી મંજુ
૧૯૪૭ બાની વાતો – જોશી ભાનુશંકર
૧૯૪૭ બાલભારત – ઠાકોર પ્રફુલ્લ
૧૯૪૭ કચ્છુબચ્છુ – નાયક હરીશ
૧૯૪૭ શિશુરંજના – નીલકંઠ વિનોદિની
૧૯૪૭ ગલબા શિયાળનાં પરાક્રમો – સોની રમણલાલ
૧૯૪૭ મનમોજી રાજા – જોશી જીવરામ
૧૯૪૭, ૧૯૫૩ દૃષ્ટાંતકથાઓ : ૧, ૨ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૪૮ હિંડોળો – નાયક વસંતભાઈ
૧૯૪૮ વાર્તા રે વાર્તા : ભા. ૧ થી ૪ – નાયક વસંતભાઈ
૧૯૪૮ જ્ઞાનગંગા – ભટ્ટ ભાનુપ્રસાદ
૧૯૪૯ આઝાદીની કૂચકથાઓ – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૪૯ વેણાકાકા – પંડ્યા શાંતિકુમાર
૧૯૪૯ પુરાણની વાર્તા – જોશી જીવરામ
૧૯૫૦ રૂખીની બાધા અને બીજી વાતો – ઠાકોર કપિલા
૧૯૫૦ ઈસમેં ડરના ક્યા? – ઠાકોર દિનેશ
૧૯૫૦ ભીમનાં પરાક્રમો – પટેલ માધવજી
૧૯૫૦ રાજકુમારી – પાઠક રવિશંકર
૧૯૫૦ સૌથી પહેલા દાદાજી – ભટ્ટ છોટુભાઈ
૧૯૫૦ કુણાલ – ભટ્ટ છોટુભાઈ
૧૯૫૦ તોફાની બારકસો – વ્યાસ યશવંત
૧૯૫૦ શિશુભારતી ગ્રંથમાળા – સોની રમણલાલ
૧૯૫૦ આસપાસ  ભાણિયો ના ભૂંકે – ત્રિવેદી ચંદ્રકાન્ત
૧૯૫૦, ૧૯૫૫ પ્રાણીકથાઓ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ સુખના સ્વપ્ન – ઉપાધ્યાય કાંતિભાઈ
૧૯૫૧ પુષ્પમંગલ – ઉપાધ્યાય હરિલાલ
૧૯૫૧ ઠંડા પહોરની વાતો – દેસાઈ હરરાય
૧૯૫૧ પ્રવાસકથા – દોશી પ્રાણજીવન
૧૯૫૧ અલકમલકની વાતો – નાયક રતિલાલ
૧૯૫૧ આકાશના તારા – ભટ્ટ છોટુભાઈ
૧૯૫૧ બચુબેનની ઢીંગલી – શાહ મનુભાઈ સુખલાલ
૧૯૫૧ ઊડતું બુલબુલ – શાહ મનુભાઈ સુખલાલ
૧૯૫૧ ચકલીનાં ઈંડાં – શાહ મનુભાઈ સુખલાલ
૧૯૫૧ ફૂલપાંખડી – શાહ મનુભાઈ સુખલાલ
૧૯૫૧ વિદ્યાચાતુર – શેઠ રતુભાઈ
૧૯૫૧ છકોમકો : ભાગ ૧-૧૦ – જોશી જીવરામ
૧૯૫૧ મેઘધનુષ્ય – મહેતા માયાબહેન
૧૯૫૧ ગપ્પીદાસ – જોશી જીવરામ
૧૯૫૨ ગલ્લ અને બાદલ – ત્રિવેદી વ્રજલાલ
૧૯૫૨ ત્રણ વહેંતિયા – દોશી પ્રાણજીવન
૧૯૫૨ રમૂજી પ્રવાસમાળા – વસાવડા ઈન્દ્ર
૧૯૫૨ પરીકથા માળા – નાયક રતિલાલ
૧૯૫૨ મૂરખ માછલી – મહેતા માયાબહેન
૧૯૫૩ અરેબિયન નાઈટ્‌સ – જેસલપુરા શિવલાલ
૧૯૫૩ ફેરુ વિમાની – જોશી ભરત (+ અન્ય)
૧૯૫૩ કૂકડે કૂક – ઠાકોર રવીન્દ્ર
૧૯૫૩ પવનદેવ – દોશી પ્રાણજીવન
૧૯૫૩ હૈયાનાં દાન – નાયક રતિલાલ
૧૯૫૩ શ્રીમાન ભોટવાશંકર અને ચીનના શાહુકાર – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૫૩-૫૬ અડુકિયો દડુકિયો : ૧-૧૦ – જોશી જીવરામ
૧૯૫૪ ફૂલનગરની રાણી – જોશી ભાનુશંકર
૧૯૫૪ હલ્લુની ભવાઈ – જોશી ભાનુશંકર
૧૯૫૪ બાલરામાયણ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૪ વિધિના લેખ અને બીજી વાતો – દેસાઈ હરરાય
૧૯૫૪ ગદાધારી ભીમ – પટેલ માધવજી
૧૯૫૪ વીર બાળાઓ – પટેલ માધવજી
૧૯૫૪ રાજાની મીની – પરમાલ
૧૯૫૪ જાંબુની ડાળે – વસાવડા ઈન્દ્ર
૧૯૫૪ કસ્તુરી – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’
૧૯૫૪ બુદ્ધિની પોથી – જોશી જીવરામ
૧૯૫૪ માનસેન સાહસી – જોશી જીવરામ
૧૯૫૪ પરદુખભંજન પશાકાકા – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૫૪, ૫૬ નીતિકથાઓ : ૧-૪ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૪-૬૪ છેલ અને છબો : ભાગ ૧-૧૦ – જોશી જીવરામ
૧૯૫૫ દાડમપરી – અનંત
૧૯૫૫ સોમલરેખ – જોશી પ્રતાપરાય
૧૯૫૫ માણસની કિંમત – જોશી ભાનુશંકર
૧૯૫૫ સુબોધક કથાવાર્તાઓ – જોશી વાસુદેવ
૧૯૫૫ ગોરખનાથ – ત્રિવેદી શ્રીકાંત
૧૯૫૫ શેખચલ્લી ગ્રંથાવલિ – પરમાર જયમલ્લ
૧૯૫૫ ભીમભાઈનું પહેરણ (બી.આ.) – ભટ્ટ છોટુભાઈ
૧૯૫૫ રત્નો રબારી – શાહ ધનંજય
૧૯૫૫ અસ્માની ચલ્લી – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૫૫ ગુલુ સરદાર – જોશી જીવરામ
૧૯૫૫ વીર હનુમાન – જોશી જીવરામ
૧૯૫૫ ફૂલ રાણી – જોશી જીવરામ
૧૯૫૫ આસપાસ  ટારઝનનું શૌર્ય (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૫ આસપાસ  ટારઝનનાં સાહસો (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૫ આસપાસ  ટારઝનની શોધ (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૫ આસપાસ  ટારઝનનો મિલાપ (અનુ) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૫ આસપાસ  ટારઝન : શાહે જંગલ (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૫-૫૭ ગાંધીજીની વાતો : ભા. ૧ થી ૧૦ – મોદી હરગોવિંદ
૧૯૫૬ રામાયણદર્શન – ગાંધી ઈન્દુલાલ
૧૯૫૬ મહાભારતદર્શન – ગાંધી ઈન્દુલાલ
૧૯૫૬ ગુલીવર (ચો. આ.) – ચોક્સી મંજુ
૧૯૫૬ ઢીંગલો (ચો. આ.) – ચોક્સી મંજુ
૧૯૫૬ બોધકકથાઓ – જોશી વાસુદેવ
૧૯૫૬ મેંદીની મંજરી – નીલકંઠ વિનોદિની
૧૯૫૬ શેરલોક હોમ્સની વાતો – પટેલ માધવજી
૧૯૫૬ જંગલનો ખજાનો – બક્ષી જયંત
૧૯૫૬ સુસુનું સાહસ – માલવી વનરાજ
૧૯૫૬ વહેંતિયાનો દેશ – માલવી વનરાજ
૧૯૫૬ પરીમહેલ – શેઠ રતુભાઈ
૧૯૫૬ અડુકિયો દડુકિયો : ભા. ૧૦ – જોશી જીવરામ
૧૯૫૬ હાન્સ ઍન્ડરસન બાળવાર્તાવલિ – સોની રમણલાલ
૧૯૫૬ આસપાસ  બિલ્લીમાશીનાં સ્વજનો – બક્ષી જયંત
૧૯૫૬ આસપાસ  આ રોટલી કોણ ખાશે? – ગાંધી શાંતા
૧૯૫૬-૫૯ વીર વિક્રમ ગ્રંથમાળા : ૧ થી ૧૫ – સોની રમણલાલ
૧૯૫૭ ચાલો શીખીએ – ઠાકોર દિનેશ
૧૯૫૭ જંગલનું વેર – ત્રિવેદી શિવપ્રસાદ
૧૯૫૭ પૂંછડાં ને પાંખો – ત્રિવેદી શિવપ્રસાદ
૧૯૫૭ ચન્દ્ર પર ચઢાઈ – ત્રિવેદી શ્રીકાંત
૧૯૫૭ લાલમંડળ – પટેલ માધવજી
૧૯૫૭ દૈત્યનો પ્રેમ – માલવી વનરાજ
૧૯૫૭ જાદુઈ કાચ – માલવી વનરાજ
૧૯૫૭ ઉગા મહેતાજી – મેઘાણી મહેન્દ્ર
૧૯૫૭ ચાંગ અને ચતુરા – મેઘાણી મહેન્દ્ર
૧૯૫૭ ડોસીમાનું તૂંબડું – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ મૃગાંક – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ છમછમાછમ – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ શેખસાદીની બોધક કથાઓ – કલાર્થી મુકુલભાઈ
૧૯૫૭, ૫૮ વાર્તા રે વાર્તા : ભા. ૧, ૨ – ઠાકોર કુસુમબહેન
૧૯૫૮ જમનાશેઠાણી – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૫૮ સોનાનાં સંતરાં – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૫૮ એક હતાં શેઠાણી – જશોદાબહેન
૧૯૫૮ નકલંક અવતાર – જેમ્સ ઉકાભાઈ (+ રામસિંહ કાનદાસ)
૧૯૫૮ મોત સામે મોરચો – ઠક્કર રામુ
૧૯૫૮ માનવતાની દેવી – ત્રિવેદી શ્રીકાંત
૧૯૫૮ ચાતુરીની વાતો – દેસાઈ હરરાય
૧૯૫૮ સોણલાં – પટેલ નરસિંહભાઈ
૧૯૫૮-૬૨ અમૃતકથાવલિ : ૧ થી ૧૫ – સોની રમણલાલ
૧૯૫૯ નવો અવતાર – તડવી શંકરભાઈ
૧૯૫૯ પસ્તાવો – તડવી શંકરભાઈ
૧૯૫૯ રમૂજી વાર્તાઓ – દેસાઈ હરરાય
૧૯૫૯ અલીબાબા અને ચાલીસ ચોર – શાહ ધનંજય
૧૯૫૯ સોનારૂપાનો બાગ – જોશી જીવરામ
૧૯૬૦ આકાશી ઘોડો – જોશી દેવેન્દ્ર
૧૯૬૦ બિંબિસાર – જોશી દેવેન્દ્ર (+ અન્ય)
૧૯૬૦ ચતુરનો ચોતરો – ઠાકોર દિનેશ
૧૯૬૦ ઈસપની બાળવાતો – પટેલ હિંમતલાલ
૧૯૬૦ પરીક્ષા – મહેતા શાંતિલાલ
૧૯૬૦ આસપાસ  ચાંદકુમાર – શાહ પ્રમીલા
૧૯૬૦ આસપાસ  જાદુઈ આરસી – શાહ પ્રમીલા
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ ફૂલમાળ – અક્કડ વલ્લભદાસ
૧૯૬૧ નજર તારી હૃદય મારું – આહુજા દલપતરાય
૧૯૬૧ મંગળભાવના – કાતરિયા પ્રાગજીભાઈ
૧૯૬૧ દાણાના માલિક – કાતરિયા પ્રાગજીભાઈ
૧૯૬૧ છાશનો સંઘરો – કાતરિયા પ્રાગજીભાઈ
૧૯૬૧ પરણાવવા માટે – કાતરિયા પ્રાગજીભાઈ
૧૯૬૧ ભૂવાને છોડીને – કાતરિયા પ્રાગજીભાઈ
૧૯૬૧ રાજકુમાર – જોશી દિનુભાઈ
૧૯૬૧ રખડુ વેલો – જોશી દિનુભાઈ
૧૯૬૧ કિરણનો કોયડો – જોશી દિનુભાઈ
૧૯૬૧ અઘોરી – જોશી દિનુભાઈ
૧૯૬૧ વસંત-રજબ – ઠક્કર વાડીલાલ
૧૯૬૧ રઘુવંશ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૬૧ હીરામોતીનો ટાપુ – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૧ એક હતી રાજકુમારી – દાસ વર્ષા
૧૯૬૧ સોનેરી સફરજન – દેસાઈ હરરાય
૧૯૬૧ સતવાદી ચોર – નાયક નાનુભાઈ આર.
૧૯૬૧ ધીરા મારુની વાર્તા – પટેલ હિંમતલાલ
૧૯૬૧ સાચું રતન – પાનવાળા સી. ટી.
૧૯૬૧ મનના મેળ – પાનવાળા સી. ટી.
૧૯૬૧ કળજુગના ઋષિ – બ્રહ્મભટ્ટ કમલા
૧૯૬૧ કવિકથા – મજમુદાર લીલાબહેન
૧૯૬૧ એનું નામ અપૂર્વ – મહેતા લાભુબહેન
૧૯૬૧ દિલનાં અજવાળાં – મહેતા શાંતિલાલ
૧૯૬૧ તારાસબુલ્લા – વોરા બટુક
૧૯૬૧ ભૂદો મહારાજ – વ્યાસ અનંત
૧૯૬૧ પાંખાળો ઘોડો – શાહ ધનંજય
૧૯૬૧ હર્ક્યુલસનાં પરાક્રમો – શાહ ધનંજય
૧૯૬૧ જ્ઞાનચતુર – શેઠ રતુભાઈ
૧૯૬૧ વાણીચતુર – શેઠ રતુભાઈ
૧૯૬૧ આનંદકથા માળા – નાયક રતિલાલ
૧૯૬૧ દીકરીનો પ્રેમ અને બીજી વાતો – વકીલ વિદ્યાબહેન (+ અન્ય)
૧૯૬૧ વેશ ભજવ્યો – વૈદ્ય મંગેશ
૧૯૬૧ મહેમાનને વિદાય – વૈદ્ય મંગેશ
૧૯૬૧ સસલાભાઈ સાંકળિયા : ૧ થી ૩ – તડવી શંકરભાઈ સો.
૧૯૬૧ આસપાસ  ગોરીલાનો પ્રેમ – જોશી દિનુભાઈ
૧૯૬૨ વિક્રમોર્વશીયમ્‌ – ગાંધી ઈન્દુલાલ
૧૯૬૨ સાચાં સંતાન – જેસલપુરા શિવલાલ
૧૯૬૨ લાખેણાં મોતી – ઠક્કર વાડીલાલ
૧૯૬૨ સાતરંગી મહેલ – ઠક્કર વાડીલાલ
૧૯૬૨ સુંદરગઢનો મહેલ – ઠક્કર વાડીલાલ
૧૯૬૨ સસાભાઈ સાંકળિયા : ભા. ૧ થી ૩ – તડવી શંકરભાઈ
૧૯૬૨ અટંકી વીરો – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૨ વનમાનવનું વેર – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૨ ચાંચિયાઓનો ભેટો – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૨ અડગ હૈયાં – શેઠ રતુભાઈ
૧૯૬૨ ખવડાવીને ખાવું : જિવાડીને જીવવું – સોની રમણલાલ
૧૯૬૨ ખાટી દ્રાક્ષ – સોની રમણલાલ
૧૯૬૨ પૂછ કટ્ટો – સોની રમણલાલ
૧૯૬૨ ભાગવત કથામંગલ – સોની રમણલાલ
૧૯૬૨ રામરાજ્યના મોતી – સોની રમણલાલ
૧૯૬૨ વર્ષા – વ્યાસ બાબુભાઈ
૧૯૬૩ બા, વાર્તા કહોને! – જશોદાબહેન
૧૯૬૩ તોફાની ટારઝન – જોશી બાબુભાઈ
૧૯૬૩ મોતનમાલા – ઠક્કર વાડીલાલ
૧૯૬૩ કુબડાની રૂપકથા – ઠાકોર કપિલા
૧૯૬૩ વાનરદેશ – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૩ ત્રણ બહેનો – દેસાઈ રમેશભાઈ
૧૯૬૩ ફૂલબાલ – દેસાઈ રમેશભાઈ
૧૯૬૩ રમૂજકથા – સોની રમણલાલ
૧૯૬૩ વિચિત્ર સાહસ – દેસાઈ માધવ
૧૯૬૩ આસપાસ  સોટી અને પોઠી – શાહ ધનંજય
૧૯૬૪ અક્કલનો અંબાર – જોશી બાબુભાઈ
૧૯૬૪ ગૌતમની વાતો – જોશી મહીપતરામ
૧૯૬૪ મહાકાવ્યોની રસિક વાતો – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૬૪ સફરચંદ – નીલકંઠ વિનોદિની
૧૯૬૪ પડછંદ કઠિયારો [અનુ.] – નીલકંઠ વિનોદિની
૧૯૬૪ ભારતીય કથામંગલ [ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભાગવત]* –સોની રમણલાલ
૧૯૬૪ મહાસાગરની મુસાફરી : ભા. ૧, ૨ – મહેતા રશ્મિનભાઈ
૧૯૬૪ એક અજબ ગજબનું બુલબુલ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૬૪ છેલ અને છબો : ભા. ૧૦ – જોશી જીવરામ
૧૯૬૪ આનંદ વાર્તાવલિ – જોશી જીવરામ
૧૯૬૪ બુદ્ધિનો બાદશાહ – જોશી બાબુભાઈ
૧૯૬૪ જાદુઈ લખોટી – જોશી જીવરામ
૧૯૬૫ બાલવિવેકાનંદ – ગાંધી ઈન્દુલાલ
૧૯૬૫ શબની સાક્ષીએ – નથવાણી પ્રભુલાલ
૧૯૬૫ કુંવરીની શોધમાં – પૂજારા જ્યંતીલાલ
૧૯૬૫ પંખો અને ફાનસ (અનુવાદ, જાપાની) – શાહ રશ્મિકાન્ત
૧૯૬૫ શિશુ સાહિત્ય સૌરભ : ભા. ૧ થી ૫ – શુક્લ દુર્ગેશ
૧૯૬૫ આપણો અમર વારસો – નાયક રતિલાલ
૧૯૬૫ ઢીંગલાભાઈનાં પરાક્રમો – ગણાત્રા ગિરીશ
૧૯૬૫ પાવન રેણુ – જોશી જીવરામ
૧૯૬૫ સુબોધ ગ્રંથાવલિ – જોશી જીવરામ
૧૯૬૫ રૂપે રંગે રૂડી – વસા જયંત
૧૯૬૫* ભાભારામ – ઠક્કર વાડીલાલ
૧૯૬૬ બાલભારતી – ખોખર દેવજીભાઈ
૧૯૬૬ કિંગકોંગના પંજામાં – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૬ દુનિયાનો દુશ્મન – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૬ સોના નગરી – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૬ અલોપીનો ઉલ્કાપાત – ત્રિવેદી શ્રીકાંત
૧૯૬૬ પંચફૂલ – નથવાણી પ્રભુલાલ
૧૯૬૬ બેટા, તારે વાર્તા સાંભળવી છે? – ભટ્ટ છોટાલાલ રામશંકર
૧૯૬૬ ચાલો ચાંદામામાને ઘેર – મહેતા રસિકલાલ
૧૯૬૬ સિંધી બાળકથાઓ – રેલવાણી જયન્ત
૧૯૬૬ ચિત્રવાર્તાવલિ – જોશી જીવરામ
૧૯૬૬ ચરિત્ર વાર્તાવલિ – જોશી જીવરામ
૧૯૬૬ ઘરગથ્થુ બાળવાર્તાવલિ : ૧-૧૨ – સોની રમણલાલ
૧૯૬૭ અમરફળ – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૬૭ ભમ દઈને ભૂસકો – ઠાકોર રવીન્દ્ર
૧૯૬૭ સૂરજ ઊગ્યો – ઠાકોર રવીન્દ્ર
૧૯૬૭ અજબ કસોટી – પૂજારા જ્યંતીલાલ
૧૯૬૭ કિશોર રહસ્યકથામાળા – સોની રમણલાલ
૧૯૬૭ દીવડા – સોલંકી પુરુષોત્તમ
૧૯૬૭ નવરસ વાર્તાવલિ – જોશી જીવરામ
૧૯૬૭ મધુર બાલવાર્તાવલિ : ૧ થી ૧૨ – સોની રમણલાલ
૧૯૬૭ સિંધી બાળવાર્તાઓ – રેલવાણી જયંત જીવતરામ
૧૯૬૭ આસપાસ  નાની વાતો – ભટ્ટ નિર્મળા (+ અન્ય)
૧૯૬૭ થી ૧૯૮૦ ‘બકોર પટેલ’ કથામાળા : ૩૪ પુસ્તકો – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૬૮ રસબોધ – અમીન રતિભાઈ
૧૯૬૮ સુવાસ કથામાળા : ૧-૫ – જોશી બાબુભાઈ
૧૯૬૮ રઝળતા રાજકુંવર – પૂજારા જ્યંતીલાલ
૧૯૬૮ રૂપેરી રાત – સુન્દરમ્‌ શિવમ્‌
૧૯૬૮ ચકીરાણી – ગજ્જર ધીરજલાલ
૧૯૬૮ ચાતુરીનો ભેદ – જોશી જીવરામ
૧૯૬૮૦ રામાયણ કિશોરકથા – પટેલ પન્નાલાલ
૧૯૬૯ આતાની ૧૧ વ્રતવાતો – જોશી મહીપતરામ
૧૯૬૯ રાણી ચતુરા અને રાજા વિક્રમ – જોશી જીવરામ
૧૯૬૯ વાહ રંગલા (શ્રેણી) – જોશી જીવરામ
૧૯૭૦ પંચતંત્રની પ્રાણીકથાઓ :૧-૪ – જોશી બાબુભાઈ
૧૯૭૦ સાકર શેરડી ખજૂર – ઠાકોર રવીન્દ્ર
૧૯૭૦ આદર્શ કથામાળા – પટેલ હિંમતલાલ
૧૯૭૦ બુધિયાનાં પરાક્રમો – પારેખ મધુસૂદન
૧૯૭૦ અડવાનાં પરાક્રમો – પારેખ મધુસૂદન
૧૯૭૦ સાહસની સૃષ્ટિ – મહેતા યશવન્ત
૧૯૭૦ આસપાસ  સિંહે કાઢી નિશાળ – પૂજારા જ્યંતીલાલ
૧૯૭૦* અજબગજબ : ભા. ૧, ૨ – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૭૦* અક્કલબાજ બિરબલ : ભા. ૧, ૨ – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ પંચતંત્રની વાતો : ભા. ૧ થી ૬ – ગોહિલ દામોદર
૧૯૭૧ યંત્ર માનવોના દેશમાં – ગણાત્રા ગિરીશ
૧૯૭૨ વાંસળીવાળો – ઓઝા સુરેશ
૧૯૭૨ લોભિયો – ઓઝા સુરેશ
૧૯૭૨ ઉંદર સાત પૂંછડિયો – ઓઝા સુરેશ
૧૯૭૨ વાઘ આવ્યો રે વાઘ – ઓઝા સુરેશ
૧૯૭૨ તોફાની બારકસ – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૭૨ વાતો જ વાતો : ભા. ૧ થી ૧૨ – નાયક વસંતભાઈ
૧૯૭૨ બાલકિલ્લોલ : ભા. ૧ થી ૧૦ – પટેલ પન્નાલાલ
૧૯૭૨ ભેજાંબાજ ભગાભાઈ : ૧ થી ૬ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૭૨ હાથીશંકર ધમધમિયાનાં પરાક્રમો : ૧ થી ૬ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૭૨ ગુંદર સુંદરનાં પરાક્રમો : ૧ થી ૬– વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૭૨ રોહંત અને નંદિય – સોની રમણલાલ
૧૯૭૨ વાંસળીવાળો – ઓઝા સુરેશ
૧૯૭૨ શિયાળનો ન્યાય – ઓઝા સુરેશ
૧૯૭૨ પંચતંત્રની વાતો – ગજ્જર ધીરજલાલ
૧૯૭૨ હાન્સ ઍન્ડરસન પરીકથાવલિ – સોની રમણલાલ
૧૯૭૨, ૭૩ વાર્તાકિલ્લોલ : ભા. ૧, ૨ – પટેલ પન્નાલાલ
૧૯૭૨, ૭૩, ૭૪ મહાભારતકથા : ભા. ૧, ૨, ૩ – માણેક કરસનદાસ
૧૯૭૩ અડવો – ઓઝા દિવ્યકાન્ત
૧૯૭૩ અંધેરનગરી – ઓઝા દિવ્યકાન્ત
૧૯૭૩ ભોળા ભટ્ટ – ઓઝા દિવ્યકાન્ત
૧૯૭૩ રાજા નાગોડિયો – ઓઝા દિવ્યકાન્ત
૧૯૭૩ ભાતીગળ લોકકથાઓ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૩ મિત્રાનાં જોડકણાં – પટેલ ધીરુબેન
૧૯૭૩ ઋષિકુળનીકથાઓ : ભા. ૧ થી ૪ – પટેલ પન્નાલાલ
૧૯૭૩ હડતાલ રમકડાંની – મહેતા વિમલા
૧૯૭૩ આદરજી અક્કડફૂસ – એન્જિનિયર બેપ્સી
૧૯૭૩ ખાટીમીઠી વાતો – પારેખ મધુસૂદન
૧૯૭૪ કલ્લોલ બાળવાર્તાવલિ – નાયક રતિલાલ
૧૯૭૪ સાચી સાહસ કથામાળા – મહેતા યશવન્ત
૧૯૭૫ અજાણી નગરી – આચાર્ય શ્રીનિવાસ
૧૯૭૫ દાદીમાની વાતો – જોશી ભાનુશંકર
૧૯૭૫ રવીન્દ્ર કથામાળા – ઠાકોર રવીન્દ્ર
૧૯૭૫ દેવનો દીધેલ : ભા. ૧ થી ૫ – પટેલ પન્નાલાલ
૧૯૭૫ છાતીધડા જવાનો – શાહ ચંદ્રાબહેન (+ અન્ય)
૧૯૭૫ ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ – કાપડી બાલકદાસ
૧૯૭૫ ચબરાક ચિત્તો – સુરતી નાનુભાઈ
૧૯૭૫ રામાયણની બાળવાર્તા – ગજ્જર ધીરજલાલ
૧૯૭૫ મહાભારતની બાળવાર્તા – ગજ્જર ધીરજલાલ
૧૯૭૫ શિશુલોક કથામાળા – ગજ્જર ધીરજલાલ
૧૯૭૫ ઈસપની બોધકથાઓ – ગજ્જર ધીરજલાલ
૧૯૭૫ સુગમ કથામાળા : ૧ થી ૫ – જોશી બાબુભાઈ
૧૯૭૬ અકલ બડી કે ભેંશ – ઠાકર સુરેશ
૧૯૭૬ બોલે તે બે ખાય – ઠાકર સુરેશ
૧૯૭૬ દાઢીના દોઢસો – ઠાકર સુરેશ
૧૯૭૬ શેઠની શિખામણ – ઠાકર સુરેશ
૧૯૭૬ સંપ ત્યાં જંપ – ઠાકર સુરેશ
૧૯૭૬ નવે નાકે દિવાળી – ઠાકર સુરેશ
૧૯૭૬ મહાભારત કિશોરકથા – પટેલ પન્નાલાલ
૧૯૭૬ ભીલીની કિશોરકથાઓ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૬ શિશુ શૌર્ય કથામાળા – ભટ્ટ દોલતરાય
૧૯૭૬ બત્રીસ પૂતળીની વાતો – ગજ્જર ધીરજલાલ
૧૯૭૬ વીર અર્જુન – જોશી જીવરામ
૧૯૭૬ મૂરખરાજ – પારેખ મધુસૂદન
૧૯૭૬ સાતસમંદર બાલવાર્તાવલિ (રૂપાંતરો) – સોની રમણલાલ
૧૯૭૭ રામાયણની બાલવાર્તાઓ – ઘોરિયાણી મહાદેવ
૧૯૭૭ મનોરંજક કથામાળા – જાદવ જોરાવરસિંહ
૧૯૭૭ શિશુબાળવાર્તાવલિ – નાયક રતિલાલ
૧૯૭૭ સબરસ કથામાળા – મહેતા દીપક (+ અન્ય)
૧૯૭૭ ધનોતપનોતની ધડાધડ – સોની રમણલાલ
૧૯૭૭ ભોળા ભાભા – સોની રમણલાલ
૧૯૭૭ ચટકચંદ ચટણી – સોની રમણલાલ
૧૯૭૭ ઢાંકી માલણ – જાદવ જોરાવરસિંહ
૧૯૭૭ હિતોપદેશ – ગજ્જર ધીરજલાલ
૧૯૭૭ અર્ચના – વાસન અશોક
૧૯૭૮ બગડો છગડો – તપોધન નારાયણ
૧૯૭૮ ડાકુની દીકરી – પારેખ મધુસૂદન
૧૯૭૯ ગુલાબી આરસની લગ્ગી – પાઠક હરિકૃષ્ણ
૧૯૭૯ મનોરંજક બોધકથાઓ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૭૯ મિજબાની – વ્યાસ રજની
૧૯૭૯ ટાગોરની દૃષ્ટાંતકથાઓ – સોની રમણલાલ
૧૯૭૯ કુમારકથા – સોની રમણલાલ
૧૯૭૯ દે તાલ્લી – પારેખ રમેશ
૧૯૮૦ રૂમ્મક ઝુમ્મક – ઠાકોર રવીન્દ્ર
૧૯૮૦ શ્રીકૃષ્ણ કિશોરકથા – પટેલ પન્નાલાલ
૧૯૮૦ પરીકથામાળા – મહેતા દીપક (+ અન્ય)
૧૯૮૦ આસપાસ  કલકલ કથા : ભા. ૧, ૨, ૩ – સરૈયા એની ચંદ્રકાન્ત
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સુગંધ કથામાળા : ભા. ૧ થી ૫ – દ્વિવેદી મૂળશંકર
૧૯૮૧ સત્યયુગની કથાઓ : ભા. ૧ થી ૫ – પટેલ પન્નાલાલ
૧૯૮૧ બાળલોકકથાઓ – પરીખ પ્રિયકાન્ત
૧૯૮૧ વ્યાપ્તિનું ફૂલ – પંડ્યા હરિતકુમાર
૧૯૮૧ બાર પૂતળીની વાતો – પારેખ મધુસૂદન
૧૯૮૧ દેખાદેખીનું પરિણામ – રાવળ કનુભાઈ
૧૯૮૧ ઉંદર વાઘ બન્યો – રાવળ કનુભાઈ
૧૯૮૧ પંચતંત્રની પંચોતેર વાતો – પંચાલ રતિલાલ
૧૯૮૧ બાલઆનંદ વાર્તામાળા – મહેતા યશવન્ત
૧૯૮૨ બાળકથાઓ : ભાગ ૧ થી ૬ – ગણાત્રા ગિરીશ
૧૯૮૨ ઠેરના ઠેર – ત્રિવેદી શ્રદ્ધા
૧૯૮૨ બતકનું બચ્ચું – પટેલ ધીરુબેન
૧૯૮૨ બહુબીન – પરમાર ઈશ્વર
૧૯૮૨ વીર વિક્રમ – સોની રમણલાલ
૧૯૮૨ ઈસપની બાલવાતો – સોની રમણલાલ
૧૯૮૨ રત્નનું સિંહાસન – જોશી પ્રતાપરાય
૧૯૮૨ ટમકતા તારલા – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૮૨ હસતાં ફૂલ – વાવડિયા જગદીશ ‘ઉદય પાલનપુરી’
૧૯૮૨ બીનાની બિલ્લી – શાહ વીણાબેન
૧૯૮૨ પ્રબોધક કથાઓ [દેશ-વિદેશની, રૂપાંતરણ]* – સોની રમણલાલ
૧૯૮૨ અમીર ગુલામ – જોશી જીવરામ
૧૯૮૩ લાલપરી – ઝાલા પૃથ્વીસિંહ
૧૯૮૩ ચોથો વાંદરો – બલવાણી હુંદરાજ
૧૯૮૩ વિશ્વનો લોકકથાભંડાર [રૂપાંતરણ]* – સોની રમણલાલ
૧૯૮૪ બોધકથાઓ – ભટ્ટ મનુભાઈ
૧૯૮૪ બાહુકજીનું બખડજંતર – ભટ્ટ મનુભાઈ
૧૯૮૪ રમકડાંની દુનિયા – કોઠારી અજય
૧૯૮૪ ઊડણ ફુગ્ગો – પટેલ નટવરલાલ
૧૯૮૪ અક્કલબાજ બિરબલ : ભા. ૧, ૨ – પટેલ સોમભાઈ વી.
૧૯૮૪ તેજીલો તોખાર – સુરતી નાનુભાઈ
૧૯૮૪ બેં બેં બકરી – એન્જિનિયર બેપ્સી
૧૯૮૪ ગ્રીમનો લોકકથાભંડાર [રૂપાંતરણ]* – સોની રમણલાલ
૧૯૮૪ અલાદીન અને અલીબાબા(અનુ.) – મેઘાણી જયંત
૧૯૮૫ ચંપૂકથાઓ : ભા. ૧, ૨ – માંકડ મોહમ્મદ
૧૯૮૫ સોનેરી વાતો – વ્યાસ રજની
૧૯૮૫ રૂપેરી વાતો – વ્યાસ રજની
૧૯૮૫ ખુશ ખુશાલ બાળશ્રેણી – બિનીવાલે જગદીશ
૧૯૮૫ લાડકવાયા – ભટ્ટ અમૂલખભાઈ
૧૯૮૬ હફરક લફરક – પારેખ રમેશ
૧૯૮૬ વિરાટદાદાની વિજ્ઞાનવાર્તાઓ – મોદી નગીનભાઈ
૧૯૮૬ છમ્મક છલ્લો – ત્રિવેદી શ્રદ્ધા
૧૯૮૬ જ્ઞાન કૌશલ વાર્તામાળા – મહેતા યશવન્ત
૧૯૮૬ પૂરી પકોડી – એન્જિનિયર બેપ્સી
૧૯૮૭ પંચતારક કથાઓ – વ્યાસ રજની
૧૯૮૭ પંચશીલ કથાઓ – વ્યાસ રજની
૧૯૮૭ કાચી સડક – શાહ પુરુષોત્તમ
૧૯૮૭ બાહોશ બાજ – સુરતી નાનુભાઈ
૧૯૮૭ વરુની વફાદારી – સુરતી નાનુભાઈ
૧૯૮૭ કાચી સડક – શાહ પુરુષોત્તમ ગો.
૧૯૮૮ ટણક ટોળી – પરમાર ઈશ્વર
૧૯૮૮ વૃક્ષકથાઓ – નાયક હરીશ
૧૯૮૮ વિજ્ઞાન પ્રેમી રાજકુમાર – મોદી નગીનભાઈ
૧૯૮૮ મતવાલું મેઢું – સુરતી નાનુભાઈ
૧૯૮૮ ચાંદાની સફર – જોશી જીવરામ
૧૯૮૮ સોહાગણ અને બીજી વાતો – વ્યાસ લક્ષ્મીકાંત ભાઈશંકર ‘તીરંદાજ’
૧૯૮૯ છીએ તે જ ઠીક – ક્લાર્ક ફિલિપ
૧૯૮૯ અમથાલાલના જાંબુ – ધોકાઈ જયંતિ
૧૯૮૯ પલક પરી – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૮૯ રેત માનવ – પંડ્યા કિશોરકુમાર
૧૯૮૯ હસવામાંથી ખસવું – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૮૯ બાદશાહખાન – ભટ્ટ દોલતરાય
૧૯૮૯ ડોન કીકઝોટનાં પરાક્રમો (બીજી આ.) – શાહ શાંતિ
૧૯૮૯ પંજરી – પરમાર ઈશ્વર
૧૯૮૯ પાંચ ટેણિયાં – પરમાર ઈશ્વર
૧૯૮૯ ટણક ટોળી – પરમાર ઈશ્વર
૧૯૯૦ કેસૂડાંનો રંગ – જોષી યોગેશ
૧૯૯૦ બસ હવામાં ઊડી – ત્રિવેદી રમેશ શિ.
૧૯૯૦ પાણી કલર – ત્રિવેદી હર્ષદ
૧૯૯૦ મૌલિક કથા માળા – દેસાઈ ઘનશ્યામ
૧૯૯૦ ચાંદો સૂરજ લડતા’તા – પટેલ નટવરલાલ
૧૯૯૦ અવકાશી ભંગારની આસપાસ – પંડ્યા કિશોરકુમાર
૧૯૯૦ એકડાનો અસહકાર – વાળંદ નરોત્તમ
૧૯૯૦ મહાભારતનાં પાત્રો – વોરા નિરંજના
૧૯૯૦ માલગુડીનાં ટાબરિયાં (અનુ.) – ભટ્ટ હરેન્દ્રકુમાર
૧૯૯૦ જલપરી – ભાવસાર મોહન ‘દીનબંધુ’
૧૯૯૦ ટાબર ટૌકા – પરમાર ઈશ્વર
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ પ્રેરક કથાઓ – ઉદ્દેશી વિઠ્ઠલદાસ
૧૯૯૧ એન મિલાકે ટેન મિલાકે છૂ – ઠક્કર ઉદયન
૧૯૯૧ વગડાની વાટે – દવે જયંતીલાલ
૧૯૯૧ સસલો અને ઉંદર – દવે જયંતીલાલ
૧૯૯૧ દરિયામાં દવ – દવે જયંતીલાલ
૧૯૯૧ વોટ એન્ડ વાય ગ્રંથાવલિ : ભા. ૧ થી ૬ – નાયક જનક
૧૯૯૧ હસી ખુશી વાર્તામાળા : પુ. ૧ થી ૫ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ
૧૯૯૧ અમે વ્હાલાં નાનાં બાળ – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૯૧ કૌતુક – મોદી નગીન
૧૯૯૧ સપ્તરંગી કથામાળા – શ્રોફ રેખા
૧૯૯૧ જાનવર બોલી ઊઠ્યાં – સુવાર્તિક બેન્જામિન
૧૯૯૨ સાચી શિકારકથાઓ – અમીન ચંદ્રકાન્ત
૧૯૯૨ વૉઇ મા – અંધારિયા રવીન્દ્ર
૧૯૯૨ કિશોર હાસ્ય કથાઓ – કડીકર યશવંત
૧૯૯૨ માટી મારા દેશની – ગંધા મગનલાલ
૧૯૯૨ વડદાદાની વાતો – દવે યજ્ઞેશ
૧૯૯૨ ટીંગુ-પીંગુની વિશેષ વિજ્ઞાન કથાઓ – નાયક હરીશ
૧૯૯૨ એક સૂરજના ત્રણ ટુકડા – નાયક હરીશ
૧૯૯૨ મિયાં અકડું – પારેખ મધુસૂદન
૧૯૯૨ રસવિનોદ વાર્તામાળા – મહેતા યશવન્ત
૧૯૯૨ ખરેલાં બોર – પરમાર ઈશ્વર
૧૯૯૩ વાર્તા શોખીન જૂઈ બહેન – અંતાણી પુષ્પા
૧૯૯૩ બુદ્ધિ અને ચાતુર્યની કથાઓ – ઉદ્દેશી વિઠ્ઠલદાસ
૧૯૯૩ ગુલ્લુ ગપોડીના ગપગોળા – એન્જિનિયર બેપ્સી
૧૯૯૩ ટારઝનનાં પરાક્રમો – કાપડી બાલકદાસ
૧૯૯૩ કુલીન-ગણેશનાં પરાક્રમો – દરૂ અરુણિકા
૧૯૯૩ કહેવતોની વાતો – દોશી પ્રભુલાલ
૧૯૯૩ દોસ્તારીની વાતો – પાઠક હરિકૃષ્ણ
૧૯૯૩ અક્કડ ફક્કડ – બલવાણી હુંદરાજ
૧૯૯૩ જાદુઈ વીંટી – લાલા પ્રકાશ
૧૯૯૪ બાળમૈત્રી – ઉદ્દેશી વિઠ્ઠલદાસ
૧૯૯૪ મકાજી ભૂતનાં પરાક્રમો – એન્જિનિયર બેપ્સી
૧૯૯૪ જાદુઈ ચાબૂક – ગાડીત મંજુલા
૧૯૯૪ લા. ઠા. દાદાની બાળવાર્તાઓ – ઠાકર લાભશંકર
૧૯૯૪ અભિનવ કથામાળા – દેસાઈ ઘનશ્યામ
૧૯૯૪ જાતક કથાઓ : ભા. ૧, ૨ – પટણી રાજન
૧૯૯૪ ચાલો માંડીએ વાર્તા : ભા. ૧ થી ૧૦ – બારોટ વિષ્ણુકુમાર
૧૯૯૪ વાહ રે વાર્તા વાહ! – મેકવાન યોસેફ
૧૯૯૫ બહુરૂપિણી – દરૂ અરુણિકા
૧૯૯૫ અરેબિયન નાઈટ્‌સની વાર્તાઓ – દરૂ અરુણિકા
૧૯૯૫ બોલે એનાં બોર વેચાય – દોશી પ્રભુલાલ
૧૯૯૫ લાલની રાણી – પંડ્યા કિશોરકુમાર
૧૯૯૫ ઈન્સ્પેક્ટર અર્જુનસિંહ – પંડ્યા કિશોરકુમાર
૧૯૯૫ દૂધકટોરી – મુનશી અબ્દુલરશીદ
૧૯૯૫ રાણી રાણી પટરાણી – વાઘેલા મોહનલાલ
૧૯૯૫ ગલબા શિયાળની બત્રીસ વાર્તા – સોની રમણલાલ
૧૯૯૫ આસપાસ  શ્રેષ્ઠ વિદેશી બાલવાર્તાઓ – જાની ઉષાબહેન
૧૯૯૬ બોલો ચતુર સુજાણ – અંધારિયા રવીન્દ્ર
૧૯૯૬ વાંચો રે વાર્તા – ક્લાર્ક ફિલિપ
૧૯૯૬ એ તો નાનાં હતાં – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૯૬ બાળકિશોર ગ્રંથાવલિ – હેડાઉ નટવરલાલ
૧૯૯૭ વીરૂની વાંસળી – ક્લાર્ક ફિલિપ
૧૯૯૭ છૂક છૂક ગાડી – દવે રક્ષાબેન
૧૯૯૭ રત્નાકર કથામાલા – પરીખ અવિનાશ
૧૯૯૮ બાળ સંસ્કાર કથાઓ – કડીકર યશવંત
૧૯૯૮ ધમાચકડી – દરજી ગોવિંદભાઈ
૧૯૯૮ પછીનું પૂછશો મા! – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૯૮ વિજ્ઞાન કથાસૂક્ત – મોદી નગીન
૧૯૯૮ ચમકતો તારો – રામૈયા નીતા
૧૯૯૮ એક ચમકતો તારો – રામૈયા નીતા
૧૯૯૮ લાલકુંવરની કૂકરે કૂક – રામૈયા નીતા
૧૯૯૮ બાળકોએ લખેલું બાળસાહિત્ય – મોદી મનહર
૧૯૯૯ ગોળ માટલું – દરજી ગોવિંદભાઈ
૧૯૯૯ સુંદર વનની બાળવાર્તાઓ – દવે રાજેન્દ્ર
૧૯૯૯ મનુડીની હોડી અને બીજી વાતો – દેવકર સંતોષ
૧૯૯૯ ચોર ફસાયા ચક્કરમાં – દોશી પ્રભુલાલ
૧૯૯૯ બાળવાર્તાઓ – નાયક જનક
૧૯૯૯ છે ને હેં....! – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૯૯ ઈસપની વાર્તાઓ – પરીખ કાલિન્દી
૧૯૯૯ દયાળુ રાજકુમાર – પરીખ કાલિન્દી
૧૯૯૯ રામુની અજાયબ સફર – પંડ્યા હરીશ
૧૯૯૯ જાદૂઈ વાર્તા – મુનશી અબ્દુલરશીદ
૨૦૦૦ પશુપક્ષી કથાઓ – કડીકર યશવંત
૨૦૦૦ મીઠી મીઠી વાર્તાઓ – ગાંધી વિનોદ
૨૦૦૦ વાર્તા લો – દવે રક્ષાબેન
૨૦૦૦ ઈસપની એક્યાસી બાળવાર્તાઓ – પટેલ સોમભાઈ વી.
૨૦૦૦ ચકપોરિયાં – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૨૦૦૦ રાજુનું રમકડું – બલવાણી હુંદરાજ
૨૦૦૦ દેશવિદેશની વિચિત્ર વાતો – મહેતા હરીશકુમાર ‘સોલિડ મહેતા’
૨૦૦૦ દેશ વિદેશની વિચિત્ર વાતો – એન્જિનિયર બેપ્સી

બાળનવલકથા

૧૯૨૧-૧૯૩૦
૧૯૨૩ સીતાહરણ – શુક્લ ચંદ્રશંકર
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૩ સાગરસમ્રાટ [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૩૪ સાહસિકોની સૃષ્ટિ [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૩૫ પાતાળપ્રવેશ [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૩૫ ખજાનાની શોધમાં [અનુ.]– ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૩૫ રઘુ સરદાર – જોશી જીવરામ
૧૯૩૬ એક હતો છોકરો – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૩૯ ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૪૦ ચંદ્રલોકમાં [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૨ ધરતીના મથાળે [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૪૪ વાઘોનું વન – ભટ્ટ ચીમનલાલ
૧૯૫૨ કાશ્મીરની રાજકુમારી – દોસ્ત
૧૯૫૬ ગગનરાજ [અનુ.] – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૫૬ ગુલિવરની મુસાફરી (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૬ ખેડૂતબાલ (અનુ.) – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૫૭ શીગી શીગી – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૫૭ સાગરવીર – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૫૯ તુરંગાને પેલે પાર – ગણાત્રા ગિરીશ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ સાગરરાજની સંગાથે – ગણાત્રા ગિરીશ (+ અન્ય)
૧૯૬૧ પાતાળનગરી – ગણાત્રા ગિરીશ
૧૯૬૨ સાહસ પાડે સાદ – ગાણાત્રા ગિરીશ
૧૯૬૨ કલ્પમુદ્રા – સોની રમણલાલ
૧૯૬૩ વિચિત્ર સાહસ – દેસાઈ માધવ
૧૯૬૫ આસપાસ  મંગળની સફરે – ગણાત્રા ગિરીશ
૧૯૬૬ બ્રહ્મપુરીનો બ્રાહ્મણ – સોની રમણલાલ
૧૯૬૮ રામ રામ ભૈયાજી – વસાવડા ઈન્દ્ર
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૨ રોમાંચક સાહસ – દેસાઈ માધવ
૧૯૭૬ દલો મેરઈ – ગજ્જર ધીરજલાલ
૧૯૭૮ સાહસિક ટોળી – ગણાત્રા ગિરીશ
૧૯૮૦ અનોખું સાહસ – દેસાઈ માધવ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૩ વિરાટનો વિનાશ – ગણાત્રા ગિરીશ
૧૯૮૪ ખોવાયેલું ઘર – ભટ્ટ ધ્રુવ
૧૯૮૫ ગટો ડંફાસી – દવે અરવિંદ
૧૯૮૬ ભેટ અનોખી આનંદ અનોખો – છાયા ઈન્દ્રવદન
૧૯૮૬ શાંતિનો દસ્તાવેજ – દવે અરવિંદ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૪ મોતનો મુકાબલો (શિકારકથા) – પરમાર વસંતલાલ

બાળનાટક

૧૯૦૧-૧૯૧૦
૧૯૦૫ બાલરક્ષણ–૧-૨ – અવાશિયા મોતીલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ સ્વામીભક્ત સૂરપાળ – કર્ણિક માધવરાવ
૧૯૨૫ શાહ કે બાદશાહ – મુનિ વિદ્યાવિજય
૧૯૨૫ ગુંજાનો વર – વ્યાસ ભીખાભાઈ
૧૯૨૭ રાજસૂય યજ્ઞ – ચૌધરી જેઠાલાલ (+ હિ.જ. પંચોળી)
૧૯૨૮ સીતાહરણ – ચૌધરી જેઠાલાલ (+ હિ. જ. પંચોળી)
૧૯૨૯ રણમેદાને – ચૌધરી જેઠાલાલ
૧૯૩૦ ડાહ્યું કોણ? – ચૌધરી જેઠાલાલ
૧૯૩૦ દગો – ચૌધરી જેઠાલાલ
૧૯૩૦ દેશને ખાતર – ચૌધરી જેઠાલાલ
૧૯૩૦ ભાઈનું બલિદાન – ચૌધરી જેઠાલાલ
૧૯૩૦ ભોળી સુભદ્રા – ચૌધરી જેઠાલાલ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૩ મિથ્યાભિમાન [દલપતરામના નાટકનોે સંક્ષેપ] – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
૧૯૩૪ બાળકોનો બાંધવ – ચતુર્વેદી ગૌરીશંકર
૧૯૩૪ બાળકોનો બેલી કોણ? – ચતુર્વેદી ગૌરીશંકર
૧૯૩૪ ભૂલાયેલાં ભાંડું – ચતુર્વેદી ગૌરીશંકર
૧૯૩૪ બિલીપત્ર – મહેતા રમણિક
૧૯૩૫ મોટા થઈશું ત્યારે – ઓઝા જયંતીલાલ
૧૯૩૫ મુદ્રારાક્ષસ – શાહ પદ્મકાન્ત
૧૯૩૮ ક્ષેમરાજ – કર્ણિક માધવરાવ
૧૯૩૮ મનરંજન – કર્ણિક માધવરાવ
૧૯૩૮ પન્નાકુમારી – કર્ણિક માધવરાવ
૧૯૪૦ માતાને ખોળે – ચૌધરી જેઠાલાલ
૧૯૪૦ આસપાસ  કંસવધ – ચૌધરી જેઠાલાલ
૧૯૪૦ આસપાસ  બજરંગ હનુમાન – ચૌધરી જેઠાલાલ
૧૯૪૦ આસપાસ  સુદામા – ચૌધરી જેઠાલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૮ ત્રણ બાળનાટકો – નાયક વસંતભાઈ
૧૯૪૮ ગાંધીદર્શન – પંડ્યા ભાનુભાઈ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૫ આસપાસ  દારૂનો દૈત્ય – તડવી શંકરભાઈ
૧૯૫૬ પુસ્તકરાજ – ગાંધી શાંતા
૧૯૫૬ એકલવ્ય – ગાંધી શાંતા
૧૯૫૭ ગાલ્લી મારી ધરરર...જાય – દવે જુગતરામ
૧૯૫૮ બે ભાઈ – દવે મકરંદ
૧૯૫૯ ભાઈબીજની ભેટ – પંડ્યા અમુભાઈ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૩ રક્ષાબંધન – શ્રોફ રેખા
૧૯૬૪ ચમકારા – ગાંધી કુમુદચન્દ્ર
૧૯૬૪ અમે ભજવીશું – ત્રિપાઠી સુમનરાય
૧૯૬૫ બાલ વિવેકાનંદ – ત્રિવેદી બાબુભાઈ
૧૯૬૫ વાંસળીનાં વધામણાં – દાણી જમુભાઈ
૧૯૬૬ છોટુમોટુ – ડોસા પ્રાગજી
૧૯૬૬ ઇતિહાસ બોલે છે – ડોસા પ્રાગજી
૧૯૬૬ અંડેરી ગંડેરી ટીપરીટેન – પટેલ ધીરુબેન
૧૯૬૮ તાઈકો – દવે મકરંદ
૧૯૭૦ સોનાની કુહાડી – ડોસા પ્રાગજી
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ ચાલો ચોર પકડીએ – ડોસા પ્રાગજી
૧૯૭૨ ગરવી ગુજરાત – જોશી મહીપતરામ
૧૯૭૨ બીલીપત્ર – જોશી મહીપતરામ
૧૯૭૪ ત્રણ વાંદરા – ડોસા પ્રાગજી
૧૯૭૫ ઇતિહાસને પાને – ડોસા પ્રાગજી
૧૯૭૫ પાંચ ટચુકડી – ડોસા પ્રાગજી
૧૯૭૯ જંગલ જીવી ગયું રે લોલ – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’
૧૯૮૦ મીરાંબાઈ[ગીતનાટિકા] – દલવાડી પૂજાલાલ
૧૯૮૦ ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૨ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ – લાલા પ્રકાશ
૧૯૮૨ ભજવવા લાયક નાટકો – જેબલિંયા નાનાભાઈ
૧૯૮૩ જાનીવાલીપીનારા[ગીતનાટિકા] – દવે રક્ષાબહેન
૧૯૮૪ સૂરજ તારી છાયા – રાવળ જ્યોતિર્‌
૧૯૮૬ સલામ જોકર કમાલ જોકર – લાલા પ્રકાશ
૧૯૮૭ ગોરો આવ્યો – પટેલ ધીરુબહેન
૧૯૮૭ અલ્લડ દલ્લડ – પટેલ ધીરુબહેન
૧૯૯૦ પહેલું કોણ? – વોરા નિરંજના
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૪ વારતા વારતા રમીએ – પટેલ નટવરલાલ
૧૯૯૬ છીંકની લમણા ઝીંક – દોશી પ્રભુલાલ
૧૯૯૯ સંપ ત્યાં જંપ – દોશી પ્રભુલાલ
૨૦૦૦ તૂંબહ તૂંબા – નાયક હરીશ

બાળએકાંકી

૧૯૨૧-૧૯૩૦
૧૯૨૬ ત્રણ નાટકો – મહેતા હંસાબેન
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૪ રમકડાંની દુકાન – મહેતા ચંદ્રવદન
૧૯૩૫ બાળસંવાદો તથા નાટકો – આવસત્થી વિઠ્ઠલરાય
૧૯૪૦ આસપાસ  અદાલતને આંગણેથી – શાહ રમણલાલ નાનાલાલ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો – મહેતા હંસાબેન
૧૯૪૬ યશવંત પંડ્યાના બાળનાટકો – પંડ્યા યશવંત
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૨ રૂપારાણી – પાઠક રવિશંકર
૧૯૫૫ એકલવ્ય અને બીજી બાળનાટિકાઓ – ડોસા પ્રાગજી
૧૯૫૫ ચાલો ભજવીએ – માળવી (વીમાવાળા) નટવરલાલ
૧૯૫૬ કિશોર નાટકો : ભા. ૧,૨ – મહેતા ચંદ્રવદન
૧૯૫૮ રંગતોરણ – દલાલ જયંતી
૧૯૫૮ એક આનો – રાવળ જયશંકર
૧૯૫૮ પિંજરે પડેલા – રાવળ જયશંકર
૧૯૫૮ રંગપોથી – દલાલ જયંતી
૧૯૫૮ રંગપગલી – દલાલ જયંતી
૧૯૫૮ રંગદ્વાર – દલાલ જયંતી
૧૯૫૯ તારંગાની ટેકરીએ – મહેતા દેવશંકર નાથાલાલ
૧૯૫૯ રમકડાં લ્યો કોઈ – રાવળ જયશંકર
૧૯૫૯ છબીલો લાલ – સોની રમણલાલ
૧૯૫૯ થાથા! થેઈ! થેઈ! – સોની રમણલાલ
૧૯૫૯ અમથો કારભારી ને ફૂલો ઠાકર – સોની રમણલાલ
૧૯૫૯ ભગવો ઝંડો – સોની રમણલાલ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૨ કબૂતરનો માળો – શુક્લ દુર્ગેશ
૧૯૬૨ બાલમંદિરનાં નાટકો – સોની રમણલાલ
૧૯૬૪ ચાલો ભજવીએ : ૧ થી ૧૦ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય
૧૯૬૪ જાળમાં જકડાયેલાં – શુક્લ દુર્ગેશ
૧૯૬૭ વિદ્યાર્થી નાટિકાઓ – દેસાઈ મીનુ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૭ સાત નાટિકાઓ – મહેતા વનલતા
૧૯૭૯ મોરના ટહુકા – મહેતા હેમા
૧૯૭૯ રમણ સોનીનાં બાળનાટકો [સમગ્ર] – સોની રમણલાલ
૧૯૮૦ ચાલો રમીએ નાટક નાટક – લાલા પ્રકાશ
૧૯૮૦ ચાલો રમીએ નાટક નાટક – લાલા પ્રકાશ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ ઊંદરો અને બાજ – પંડ્યા હરિતકુમાર
૧૯૮૪ અભિજ્ઞાન – ભટ્ટ અમુલખ
૧૯૮૫ બટાકાનો ચટાકો – દેસાઈ રમેશચંદ્ર
૧૯૮૮ સૌનો લાડકવાયો અને બીજાં પૌરાણિક નાટકો – પંડ્યા શાંતિકુમાર
૧૯૮૯ અડવો રે અડવો – વોરા નિરંજના શ્વેતકેતુ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૪ ચાલો રમીએ નાટક – ત્રિવેદી શ્રદ્ધા
૧૯૯૬ ના, મારે પંખી નથી થવું અને બીજાં – લાલા પ્રકાશ
૨૦૦૦ બીરબલ – ત્રિવેદી શ્રદ્ધા

બાળચરિત્ર

૧૯૧૧-૧૯૨૦
૧૯૨૦, ૧૯૨૫ સીતા વનવાસ : ભા. ૧, ૨ – વ્યાસ ભીખાભાઈ (‘ચરિત્ર’ કે ‘વાર્તા’ ? જુઓ ગુજરાતી સાહિત્ય કોશ : ભાગ-૨.)
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ચક્રવર્તી અશોક – બૂચ હરિરાય
૧૯૨૨ લૉર્ડ વિલિયમ બૅન્ટિક – ગણાત્રા હીરાલાલ
૧૯૨૩ મહાત્માઓનાં ચરિત્રો – બધેકા ગિજુભાઈ
૧૯૨૪ વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન – ગણાત્રા હીરાલાલ
૧૯૨૬ સત્યાગ્રહી ગેરિસન – બારોટ ચુનીલાલ
૧૯૨૬ એકલવ્ય અને ધ્રુવ – મહેતાજી ગોવિંદરાય
૧૯૨૭ કાગાવા – બારોટ ચુનીલાલ
૧૯૨૭ અભિમન્યુ અને ભક્ત પ્રહ્‌લાદ – મહેતાજી ગોવિંદરાય
૧૯૨૭ બે દેશદીપક – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૮ બાળડાયરી – અક્કડ વલ્લભદાસ
૧૯૨૮ નેલ્સનનું જીવનચરિત્ર – ગણાત્રા હીરાલાલ
૧૯૨૯ ચરિત્રકથન – મોડક તારાબહેન
૧૯૩૦ બાળપત્રો – અક્કડ વલ્લભદાસ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ પેટલાદની વીરાંગનાઓ – બધેકા ગિજુભાઈ
૧૯૩૧ જગદ્‌ગુરુ હેમચંદ્રાચાર્યજી – મકાતી નાગકુમાર
૧૯૩૨ શ્રી આનંદઘનજી – મકાતી નાગકુમાર
૧૯૩૪ પ્રહલાદ – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૩૪ એકલવ્ય – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૩૪ ચિંતામણિ – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૩૭ અશો સ્પિતમાન જરથુસ્રની જિંદગી અને ક્ષણો – બામજી સોહરાબ
૧૯૩૯ કર્ણ – માંકડ ડોલરરાય
૧૯૩૯ ઠક્કરબાપા – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૦ જય જવાહર – મહેતા લાભુબહેન
૧૯૪૦ આસપાસ  લોકનાયકો – નાના હતા ત્યારે – દેસાઈ કસનજી
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ લવકુશ – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૪૨ મરેલાંનાં રુધિર – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૨ અકબરની યાદમાં – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૨ આપણું ઘર – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૨ પાંચ વર્ષનાં પંખીડાં – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૨ આપણા ઘરની વધુ વાતો – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૩ બાળકોના વિવેકાનંદ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૪૪ શ્રી રામકૃષ્ણ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૪૪ દયાનંદ સરસ્વતી – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૫ ધરતીનો બાળમેળો – ભટ્ટ ઈન્દુપ્રસાદ
૧૯૪૭ કિશોરોનો રામતીર્થ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૪૭ હિંદની અજોડ આર્યા : એની બેસન્ટ – દાણી જમુભાઈ
૧૯૪૭ મૅડમ ક્યુરી – શાહ નરસિંહ ‘ન. મૂ. શાહ’
૧૯૪૭, ૧૯૪૮ મહાન વૈજ્ઞાનિકો : ભા. ૧, ૨ – શાહ નરસિંહ ‘ન. મૂ. શાહ’ (+ સુરેશ શેઠ)
૧૯૪૮ બુકર ટી. વોશિંગ્ટન – ઠાકોર પ્રફુલ્લ
૧૯૪૮ સતી પાર્વતી – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૪૮ શ્રીમદ્‌ વલ્લભાચાર્ય – મજમુદાર શ્રીમતીબાલા
૧૯૪૮ લૂઈ પાશ્ચર – શાહ નરસિંહ ‘ન. મૂ. શાહ’
૧૯૪૮ શ્રી કેશવચંદ્રસેન – સોની રમણલાલ
૧૯૪૮ શ્રી દાદાભાઈ નવરોજજી – સોની રમણલાલ
૧૯૫૦ સંત તુકારામ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૦ આસપાસ  બાલવિજ્ઞાન વાચનમાળા : ભા ૧ થી ૬ – શાહ નરસિંહ ‘ન. મૂ. શાહ’
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ સંત નામદેવ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૨ સંત જ્ઞાનેશ્વરી – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૨ જ્હૉન કેનેડી – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૩ સ્વામી શારદાનંદ – ઠાકોર પ્રફુલ્લ
૧૯૫૩ બાપુ આવા હતા – પંડિત મનુભાઈ
૧૯૫૫ ગોવર્ધનરામની વાતો – માલવી વનરાજ
૧૯૫૬ નહેરુચાચાની વાતો : ભા. ૧-૫ – માલવી વનરાજ
૧૯૫૬ ભગવાન બુદ્ધ – જોશી દિનુભાઈ
૧૯૫૬ આસપાસ  મહાત્મા દાદુ દયાળ – જોશી વાસુદેવ
૧૯૫૭ બાપુજીની વાતો – કલાર્થી મુકુલભાઈ
૧૯૫૭ ભગવાન શંકર – જોશી દિનુભાઈ
૧૯૫૮ બેતાજ બાદશાહ – બારોટ ચુનીલાલ
૧૯૫૯ જ્યોર્જ વોશીંગટન – મહેતા ત્રંબકલાલ
૧૯૬૦ ટાગોર આવા હતા – પંડિત મનુભાઈ
૧૯૬૦ આપણા વિનોબા – પંડિત મનુભાઈ
૧૯૬૦ આચાર્યશ્રી પ્રફુલ્લચંદ્ર રૉય – બારોટ ચુનીલાલ
૧૯૬૦ હેનરી ફોર્ડ – શાહ એન. એમ.
૧૯૬૦ ખ્વાજા મઈદીન ચિસ્તી – વાર્ષ્ણેય ચન્દ્રગુપ્ત
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ સરદાર અને પંતજી – મહેતા લાભુબહેન
૧૯૬૧ આસપાસ  ખુદીરામ બોઝ – જોશી દિનુભાઈ
૧૯૬૪ ભારત જ્યોત : પંડિત જવાહરલાલ નહેરુ – અક્કડ લતા
૧૯૬૪ આલ્બર્ટ સ્વાઈત્ઝર – પટેલ મોહનભાઈ શંકરભાઈ
૧૯૬૫ વતન, તારાં રતન – દેસાઈ કુમારપાળ
૧૯૬૫ ભારતના ભાગ્યવિધાતાઓ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ (+ અન્ય)
૧૯૬૯ ગાંધીચિત્રકથા – મજમુદાર સરલાદેવી
૧૯૬૯ મારી જીવનકથા [ગાંધીજીવન, કાર્ય] – રાંદેરિયા મધુકર
૧૯૭૦ આસપાસ  પ્રેમપંથ : ૧ થી ૧૦ (ગાંધી વિષયક) – દેસાઈ વાલજી ગોવિંદજી
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૩ અપંગનાં ઓજસ – દેસાઈ કુમારપાળ
૧૯૭૪ એવા વિરલા કો’ક – પરીખ પ્રિયકાન્ત
૧૯૭૬ વીર નર્મદ – સુથાર ભગવત
૧૯૭૭ સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ – મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્‌’
૧૯૭૮ માતૃભૂમિના મરજીવા : ભા. ૧ થી ૪ – પટેલ મોતીભાઈ મ.
૧૯૭૯ ડૉ. આંબેડકર – મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્‌’
૧૯૭૯ આણદાબાવા – સોની રમણલાલ
૧૯૭૯ લાખેણા જીવનપ્રસંગો – એન્જિનિયર બેપ્સી
૧૯૭૯ નાના છતાં મોટા – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૮૦ આપણા જુગતરામકાકા – પંડિત મનુભાઈ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૪ કોલમ્બસ – મેઘાણી જયંત
૧૯૮૫ સ્વ. ઇન્દિરા ગાંધી – ભટ્ટ મનુભાઈ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ દુર્યોધન – લીમ્બાચિયા ભાવના
૧૯૯૧ નવું સ્વપ્ન – જોશી જીવરામ
૧૯૯૩ કરુણાની દેવી મધર ટેરેસા – વૈદ્ય મંગેશ
૧૯૯૫ સાચો દાનવીર – આલ દૂદાભાઈ ‘દાદુ રબારી’
૧૯૯૫ રાજમાતા કુંતી – લીમ્બાચિયા ભાવના
૧૯૯૯ અષ્ટાવક્ર – પંડિત ધનરાજ
૨૦૦૦ સરદાર પ્રસંગ પરાગ – બ્રહ્મભટ્ટ પ્રસાદ

બાળનિબંધ

૧૯૩૧-૧૯૪૦
૧૯૩૫, ૧૯૩૯ કુતૂહલ : ભા. ૧, ૨ – શાહ પદ્મકાન્ત
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૩ સૂરત : ભા. ૧, ૨ – પાઠક મંગેશરાવ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૫ વાંચો, વિચારો અને અનુસરો – ફડિયા પદ્માબહેન
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ ધન્ય ભૂમિ ભારત – ભટ્ટ મીરાં
૧૯૮૯ ઘર આંગણનાં પક્ષીઓ – દવે યજ્ઞેશ

બાળપ્રવાસ

૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ પાવાગઢનો પ્રવાસ – શાહ ધીરજલાલ ટોકરશી
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૬ કુમારોની પ્રવાસકથા – જોધાણી મનુભાઈ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૫ હ્યુઆન-ત્સાંગનો ભારત પ્રવાસ – મેઘાણી જયંત