ખારાં ઝરણ/ઝીણી ઝાણી છાંટ છે વરસાદની
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની,
વ્હાલની આ રીત છે ઇર્શાદની.
જન્મ લીધો ત્યારથી જીવ માંગતો,
જીવ લેશે જિદ્દ આ જલ્લાદની.
હું ગઝલમાં વાત મન સાથે કરું,
ક્યાં જરૂરી મારે તારી દાદની?
પાંપણો પર બોજ વધતો જાય છે,
કમ કરો વાતો પુરાણી યાદની.
કમ કરો વાતો પુરાણી યાદની,
વ્હાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.
૪-૮-૨૦૦૯