ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કૂકડો અને બિચારો સૂર્ય
કૂકડો અને બિચારો સૂર્ય
બકુલ ત્રિપાઠી
કૂકડો અને બિચારો સૂર્ય (બકુલ ત્રિપાઠી; ‘સુવર્ણ કેસૂડાં’ ૧૯૮૪) કૂકડાનો કંઠ મૂંગો થઈ જાય છે અને એને લાગે છે કે હવે સવાર નહીં થઈ શકે. તેમ છતાં રાત્રિભરના એના સંકલ્પથી જાણે કે સવાર થયું છે એવી શ્રદ્ધા સાથે એ ધન્યતા અનુભવે છે. જાત અંગેના મિથ્યા અહંકાર પર કટાક્ષ કરતી આ વાર્તા પ્રાણીકથાની રીતિએ વિકસી છે.
ચં.