ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કુલડીમાં ગોળ
કુલડીમાં ગોળ
પન્નાલાલ પટેલ
કુલડીમાં ગોળ (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) બ્રાહ્મણ ડાહ્યાલાલ એના પિતાની વગથી આબકારી ઇન્સ્પેક્ટર થવા છતાં વગોવાયેલા કુટુંબના હોવાથી કોઈએ એને કન્યા નહોતી દીધી. છેવટે ડાહ્યાલાલ અને કલાલણ દિવાળીનો જીવ એક થતાં કુલડીમાં ગોળ ન ભાંગવાને બદલે ડાહ્યાલાલ નિર્ભીક રીતે દિવાળીનો સ્વીકાર કરે છે. દેહ વટલાય પણ જીવ ન વટલાવો જોઈએ એવો વાર્તાનો મુખ્ય સૂર છે.
ચં.