ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખલાસ
ખલાસ
જયન્ત ખત્રી
ખલાસ (જયન્ત ખત્રી; ‘ડૉ. જયન્ત ખત્રીની કેટલીક વાર્તાઓ’, સં. સુરેશ દલાલ, ૧૯૭૬) વાર્તાનાયકને ખબર પડે છે કે તેને ઊંઘ નથી આવતી તે એનાં સ્વજનો માટે ચિંતાનો વિષય છે. એની પડોશણ શોભા પણ હવે માને છે કે તે પાગલ થઈ ગયો છે. વાર્તાના અંતે હૉસ્પિટલમાં બેડ પર બંને હાથ બાંધી દીધેલી સ્થિતિમાં નાયકને પૂરો પાગલ થયેલો જાહેર કરાય છે. પાગલની મનઃસ્થિતિ અને તજ્જન્ય વ્યવહારોનું નિરૂપણ ધ્યાન ખેંચે છે.
ર.