ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બોલતું મૌન
બોલતું મૌન
ભારતી વૈદ્ય
બોલતું મૌન (ભારતી વૈદ્ય; ‘અઢી અક્ષરની પ્રીત’, ૧૯૮૦) રક્તપિત્તની સારવાર પછી સાજી થઈને પમી પતિ નંદુ પાસે હરખભેર પાછી ફરે છે ત્યારે નંદુ બીજી પત્ની કરવાની મનોદશા તરફ વળી ગયો હોય છે. ગડમથલની સ્થિતિમાં રહેલા પતિ નંદુનો રસ્તો મુક્ત કરી પમી ચાલી નીકળે છે - એવા વાર્તાવસ્તુને સીધા કથાનક રૂપે અહીં રજૂ કરવામાં આવ્યું છે.
ચં.