ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું તો ચાલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હું તો ચાલ

ઉષા ઉપાધ્યાય

હું તો ચાલી (ઉષા ઉપાધ્યાય; ‘ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૬’, સં. કિરીટ દૂધાત, ૧૯૯૮) મધ્યમવર્ગીય ગુજરાતી સ્ત્રીનાં રોજિંદાં કાર્યોની ઘરેડનો જ એક ભાગ થઈ ગયેલી ઘરની વહુ વીંછી કરડતાં ડંખની વેદના ભૂલી હળવીફૂલ થઈ જાય છે. એ વિચારે છે કે વીંછીના ડંખથી થનારા મૃત્યુને લીધે પતિની ટકટક, કુટુંબ નિભાવવાની લાચારીભરેલી ઘટમાળ અને પોતાનાથી સુંદર સમૃદ્ધ સ્ત્રીઓ પ્રત્યેની ઈર્ષ્યાની લાગણીમાંથી એને જાણે કે એકસાથે છુટકારો મળી જશે. પણ સારવારથી વીંછીનું ઝેર ઊતરી જતાં સવારે દરરોજની જેમ દૂધવાળાની બૂમથી પેલી રોજિંદી ઘટમાળ શરૂ થઈ જાય છે. નારીમનમાં સુષુપ્ત રહેલી મુક્તિની ઝંખના અને એની અફર નિયતિ અહીં લાઘવથી નિરૂપાયેલી છે.
પા.