ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું કેમ પરણ્યો?
Jump to navigation
Jump to search
હું કેમ પરણ્યો?
રમણલાલ શંકરલાલ ભટ્ટ
હું કેમ પરણ્યો? (રમણલાલ શંકરલાલ ભટ્ટ ‘નારદ’; ‘હાજી મહમ્મદ સ્મારકગ્રંથ’, સં. રવિશંકર મ. રાવળ, ૧૯૨૨) ઉઘરાણી માટે ઉમરેઠથી ડાકોર જઈ ડાકોરથી પાછો ફરતો નાયક માર્ગમાં લૂંટારુઓથી બચવા જતાં કઈ રીતે એક બાળવિધવા સ્ત્રીના સહવાસમાં સપડાય છે અને એ સ્ત્રીએ કઈ રીતે જાણી જોઈને બધો પ્રપંચ ગોઠવેલો એની હાસ્યપૂર્ણ રજૂઆત પાછળ લેખકે તે જમાનાનો પુનર્લગ્નનો મુદ્દો વણી લીધો છે. અહીં પ્રસંગનિરૂપણ પ્રમાણમાં ગ્રથિત છે.
ચં.