ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભેરાજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભેરાજ : જુઓ અભયરાજ. અમથારામ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વતની. રાણા હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો-(અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાનાલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક ‘અમથાભવાની’ નામ પણ મળે છે. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ − ‘કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો’, માણેકલાલ શં. રાણા. [પા.માં.] અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (મુ.) અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ.૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર/અમર-મુનિ કયા છે તે નક્કી થઈ શક્તું નથી. અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]