ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અર્જુન-અર્જુનજી
અર્જુન/અર્જુનજી : અર્જુનને નામે ‘દશાવતાર’ તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અર્જુનજીને નામે ‘કૃષ્ણસ્મરણ’ તથા ‘અકલવેલ’ નોંધાયેલ મળે છે. આ કયા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઈ.૧૮૩૯થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. લીંબડી)ના કોળી અર્જુનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપર્યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. જુઓ અરજણ. કૃતિ : બૃકાદોહન : ૭(+સં.). સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. રાહસૂચી : ૧. [ચ.શે.]