ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદ મુનિ-૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આણંદ(મુનિ)-૫ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ત્રિલોકસિંહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (ર. ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, શ્રાવણ-), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’ (ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર) તથા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨-ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]