ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉકારામ
ઉકારામ [ ] : સુરતના રુસ્તમપુરાની ચલમવાડના ભક્તકવિ. તત્ત્વજ્ઞાન અને વેદાન્તના સિદ્ધાંતો તેમના ‘ખ્યાલો’માંથી જુદા તરી આવે છે. અમુક પ્રસંગો બન્યા પછી ‘ખ્યાલ’નો શોખ તેમણે તજી દીધો અને પ્રભુભક્તિમાં લીન થયા હતા. ત્યારે પછી તેમણે સેંકડો ભજનો રચ્યાં હતાં, તે અત્યારે મળતાં નથી. ‘ઉકા’ નામછાપથી કૃષ્ણવર્ણનને વિષય કરતું ૧ મુદ્રિત પદ મળે છે, જે ઉકારામનું હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’; માણેકલાલ શં. રાણા. [કૌ.બ્ર.]