ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિવિજય-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઋદ્ધિવિજય-૩ [ઈ.૧૮૪૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજયના શિષ્ય. ૩૭ કડી અને ૩ ઢાળમાં વિવિધ દેશીઓમાં રચાયેલી, તપ અને સંયમનો મહિમા દર્શાવતી બોધપ્રધાન કૃતિ ‘અઢાર નાતરાંની સઝાય’ (લે. ઈ.૧૮૪૮; મુ.)ના કર્તા. કૃતિ : સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]