ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કમલવિજય-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કનકવિજયની પરંપરામાં શીલવિજયના શિષ્ય. ‘જંબૂૃ-ચોપાઈ’ ની ર.ઈ.૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ’ પંક્તિને આધારે કૃતિનો રચનાસમય ઈ.૧૬૪૧/૪૨ માની શકાય. ૨૩ કડીની ‘ગુરુપદેશ-સઝાય’ તથા ૫૫ કડીની ‘સમયક્ત્વસડસઠભેદફલ-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.; કી.જો.]