ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલહર્ષ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કમલહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. એમનો ૪ ઢાળ અને ૬૯ કડીનો ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ’ (ર. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિનરત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭), ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં ૧૭૨૫, આસો સુદ ૬) ‘પાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ/અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭./સં. ૧૭૩૩, ભાદરવા સુદ ૭), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, માગશર-) તથા ‘આદિનાથ-ચોપાઈ/આદિનાથ-ચોઢાળિયું’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨). [ચ.શે.]