ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. ૪ ખંડ અને ૩૯૪ કડીના ‘અમરસેનવયરસેન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, માગશર સુદ ૩) તથા ‘નર્મદાસુંદરી-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, કૌમુદી માસ સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૧); ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ચ.શે.]