ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-૩-કેસોદાસ
કેશવદાસ-૩/કેસોદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના પદ્મસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસરવાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગ’ના કર્તા. સંદર્ભ: બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ - ‘કેશવદાસરચિત ‘પદ્મસાગર-ફાગ’ ’, રમણલાલ ચી. શાહ.[ર.સો.]